April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

ગરમીનો પ્રકોપથી બચવા અને સાવચેત રહી વિશેષ સાવધાની રાખવા તાકીદ આરોગ્‍ય વિભાગની અપીલ

ધોમધખતા તાપ અને ભારે ગરમીના કારણે સુમસામ ભાસી રહેલા રસ્‍તાઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે તાપ અને ગરમીનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે હીટવેવની સંભાવના જોવા મળી રહી છે. સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા સુધી ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બપોરે એક વાગ્‍યાથી સાંજે ચાર વાગ્‍યા સુધી રસ્‍તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. આ ગરમીના કારણે આરોગ્‍ય વિભાગ દ્વારા પણ ગરમીનો પ્રકોપ વધવા અંગે સાવચેત રહેવા અને વિશેષ સાવધાની રાખવા તાકીદ કરાઈ છે. દેશનાકેટલાક રાજ્‍ય ભીષણ ગરમીનો માર ઝીલી રહ્યા છે, ગરમી અને લૂ આરોગ્‍યને પ્રભાવિત કરી શકે છે. આ સમયે દાદરા નગર હવેલીમાં ગરમીની લહેર વહી રહી છે અને આગળ જતા વધુ ગરમી વધવાની સંભાવના છે. જેને ધ્‍યાનમાં ન રાખવા આવે તો ગરમીના પ્રકોપથી ગ્રસ્‍ત થઈ શકવાની સંભાવના છો. દાદરા નગર હવેલીમાં ગરમીનો પ્રકોપ વધવાની સંભાવનાને લઈ નવજાત શિશુ, બાળકો, વડીલો અને ગરમી-ધોમધખતા તાપમાં કામ કરનાર લોકોએ વિશેષ સાવધાની રાખવા પ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. ગરમીમાં વધારે પડતા કામ કરનારા જેમ કે મજૂરો, ખેડૂતો, રસ્‍તા પર કામ કરતા લોકો સહીત બહાર કામ કરતા લોકોને સીધી અસર થાય છે. ગરમી લાગવાનું મહત્‍વપૂર્ણ સંકેત શરીરનું તાપમાન 104 ડિગ્રી ફેરનહીટ 40 ડિગ્રી સેલ્‍શિયસ ઉપર હોય છે. એના સિવાય વધુ તેજ માથાનો દુઃખાવો, ચક્કર આવવા, ગરમી હોવા છતાં પરસેવો ઓછો થવો, લાલ અને શુષ્‍ક ત્‍વચા, માંશપેશીઓમાં કમજોરી, ઉલ્‍ટી, સુસ્‍તી, હૃદયના ધબકારા વધી જવા, શ્વાસોશ્વાચ્‍છ ઝડપી થવા, માનસિક ભ્રમની સ્‍થિતિ અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે.
આરોગ્‍ય વિભાગ દ્વારા ગરમીના પ્રકોપથી બચવા સૂચવેલા ઉપયો જેમ કે, વધુમાં વધુ પાણી પીવુ, જ્‍યાં સુધી શક્‍ય હોય તો વધુ પડતા તાપમાં નીકળવું નહીં અને ઘરમાં અથવાછાંયડામાં રહેવું, બહાર નીકળો તો છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો, આછા રંગના હલ્‍કા અને ઢીલા કપડાં પહેરો, ગરમીથી બચવા માટે કપડુ અથવા સ્‍કાર્ફનો ઉપયોગ કરવો, ગરમીના દિવસોમાં લીંબુપાણી, છાશ, નારિયળ પાણી પીવું, લીલા શાકભાજી ફળોનો વધુ ઉપયોગ કરવો, ગરમીના દિવસોમાં સોફટ ડ્રિન્‍ક, દારૂ અથવા નશીલા પદાર્થોનું સેવન ટાળવું, તાપમાં વધુ શારીરિક શ્રમવાળા કામ ન કરવા, ગરમીની ઋતુમાં ખાવાનું જલ્‍દી વાસી થઈ જાય છે તેથી વાસી ચીજવસ્‍તુ ખાવી નહીં, બાળકો ગર્ભવતી મહિલાઓ અને વડીલો બપોરના સમયે ઘરેથી બહાર ન નીકળે, આ દરેક વાતોનું ધ્‍યાન રાખી આપણે પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકાય છે.

Related posts

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment