Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

દમણ-દીવમાં ધોરણ 12માં કોસ્‍ટગાર્ડ વિદ્યાલયના અંકુર મિશ્રા 95.20 ટકા સાથે પ્રથમ અને ધોરણ 10માં પણ કોસ્‍ટગાર્ડ સ્‍કૂલના વિદ્યાર્થી આયુષ આશિષ દેશમુખે 95.04 ટકા સાથે મેળવેલું પ્રથમ સ્‍થાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન(સીબીએસઈ) દ્વારા લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્‍યું હતું. આજે જાહેર થયેલ કેન્‍દ્રીય માધ્‍યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના પરિણામમાં સંઘપ્રદેશ દમણ અને દીવમાં ધોરણ 12નું કુલ પરિણામ 89.29 ટકા નોંધાયું હતું. જ્‍યારે ધોરણ 10નું 94.17 ટકા રહ્યું હતું. જેમાં દમણ-દીવમાં ધોરણ 12માં કોસ્‍ટગાર્ડ વિદ્યાલયના અંકુર મિશ્રા 95.20 ટકાની સાથે અને ધોરણ 10માં પણ કોસ્‍ટગાર્ડ શાળા જ આયુષ આશિષ દેશમુખ 95.04 ટકા મેળવી પ્રથમ સ્‍થાને રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા ગત ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનામાં લેવાયેલ ધોરણ 12 અને ધોરણ 10ની પરીક્ષાના પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે આજેપૂર્ણ થઈ ગઈ છે.
સીબીએસઈએ શુક્રવારે પ્રથમ ધોરણ 12 અને થોડા સમય બાદ ધોરણ 10ના બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. પરિણામ જાહેર થતાંની સાથે જ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના ચહેરાઓ ખીલી ઉઠ્‍યા હતા. આજે જાહેર થયેલા પરિણામમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ સાથે પાસ થયા હતા. બોર્ડની પરીક્ષામાં સારા ગુણાંક સાથે પાસ થયેલા બાળકોએ તેમની શાળાના આચાર્ય અને શિક્ષકોને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્‍યા હતા.
દમણ અને દીવ જિલ્લાની વાત કરીએ તો કોસ્‍ટ ગાર્ડ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 અને 10 બંનેમાં ટોપ કર્યું છે. જેમાં દમણ-દીવમાં કોસ્‍ટગાર્ડ સ્‍કૂલના અંકુર મિશ્રાએ 95.20 ટકા માર્કસ સાથે જ્‍યારે દીવના દિરક નઝીર ગીરાચે 94 ટકા માર્ક્‍સ સાથે દ્વિતીય અને દમણના શાહ યશ અશોકે 93.80 ટકા માર્ક્‍સ સાથે ત્રીજું સ્‍થાન મેળવ્‍યું છે. બીજી તરફ ધોરણ 10માં દમણ-દીવમાં કોસ્‍ટગાર્ડ સ્‍કૂલના વિદ્યાર્થી આયુષ આશિષ દેશમુખ 95.40 ટકા માર્કસ સાથે પ્રથમ, આદિત્‍ય વિલાસ ખરડે 94.40 ટકા માર્કસ સાથે દ્વિતીય અને સુજીત સિંઘ 94.20 ટકા માર્કસ સાથે ત્રીજું સ્‍થાન મેળવ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે, સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ, 2023 દરમિયાન લેવામાં આવી હતી. આદરમિયાન દમણ-દીવમાં કુલ 327 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 292 વિદ્યાર્થીઓ પાસ અને 35 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે અને ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. જેમાં કુલ 378 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 356 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 22 નાપાસ થયા હતા. જો દમણ જિલ્લાની જ વાત કરીએ તો દમણમાં ધોરણ 12નું પરિણામ 98.70 અને ધોરણ 10નું કુલ પરિણામ 97.34 ટકા આવ્‍યું છે જ્‍યારે દીવ જિલ્લામાં ધોરણ 12નું પરિણામ 80.92 ટકા અને ધોરણ 10નું પરિણામ 86.95 ટકા આવ્‍યું છે.

બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જુલાઈમાં પૂરક પરીક્ષા લેવામાં આવશે
સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન(સીબીએસઈ) દ્વારા લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને તેમના ગુણ સુધારવાની તક આપવામાં આવશે. બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા આપી શકે છે. જેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Related posts

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશમાં દુકાનો અને ઘરના ડીમોલીશન કરવા પહેલા સમય આપવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

vartmanpravah

Leave a Comment