June 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર

પત્‍ની નયનાબેન પટેલે આરોપીઓની ત્‍વરીત ધરપકડ કરવાની માંગ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી નજીક આવેલા કોચરવા ગામે ગત સોમવારે રાતા શિવ મંદિરે સવારે 7 વાગ્‍યાના સુમારે સ્‍કોર્પિયોમાં બેઠેલા વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ ઉપર ફાયરિંગ કરી ઢીમ ઢાળી ચાર શકમંદો ઘટના સ્‍થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને છ દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે ત્‍યારે શૈલેષ પટેલના ધર્મપત્‍નીએ આરોપીઓની ત્‍વરીત ધરપકડ કરવાની માંગ કરી છે.
શૈલેષ પટેલની બાઈક ઉપર આવેલા ચાર ઈસમોએ ફાયરીંગ કરી હત્‍યા કરી ફરાર થઈ ગયા હતા. જુની અદાવતમાં ઘટનાને અંજામ અપાયાનું બહાર આવ્‍યું છે. આરોપીઓની હજુ પોલીસે ધરપકડ કરી નથી તેથી શૈલેષ પટેલના ધર્મપત્‍ની નયનાબેન પટેલએ આરોપીઓ જો જલદી નહી પકડાય તો અમે કોર્ટનો સહારો લઈશું તેવું પણ જણાવ્‍યું છે. પોલીસને શકમંદોના નામ મળી ગયા છે પરંતુ કોઈ ગોપનીય કારણોસર આરોપીઓની ધરપકડ નથી કરાઈ તેથી મામલો વધુ રહસ્‍યમય બની રહ્યો છે.

Related posts

વાપી વોર્ડ નં.8માં મહાકાળી સાર્વજનિક મહોત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં દિવાળી પૂર્વે તલાટીઓની થયેલી બદલીઓમાં કેટલાક વગદારોને આજુબાજુ પસંદગીની જગ્‍યાએ નિમણૂંકના મુદ્દે શરૂ થઈ રહેલો કચવાટ

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

Leave a Comment