July 25, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના ખડોલી ગામે ઓઈલ બનાવતી કંપનીમાં પાછળના ભાગે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ચારથી વધુ બંબા દ્વારા બે કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ખડોલી ગામે પોલીસ સ્‍ટેશનની બાજુમાં આવેલ ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીના પાછળના ભાગે અચાનક અગમ્‍ય કારણસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કંપનીના સંચાલકો દ્વારા તાત્‍કાલિક ફાયર વિભાગને ફોન કરતા ખાનવેલ, ભીલોસા, સનાતન કંપની અને સેલવાસ ફાયર વિભાગની ટીમ પહોંચી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્‍યોહતો. ફાયર વિભાગના અધિકારીના જણાવ્‍યા અનુસાર આ કંપનીમા અગાઉ પણ આગ લાગી હતી. જેમા કેટલોક જૂનો સ્‍ટોક બચેલ એમાં જ ફરી કોઈક કારણસર આગ પકડી લીધી હતી. ઓઈલના પીપના સ્‍ટોક હતા જેમાં આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્‍યુ

vartmanpravah

દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક-માધ્‍યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્‍ટાચાર મુક્‍ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

vartmanpravah

વાપીની વતનની અદાવતમાં ચાર રસ્‍તા હાઈવે હોટલ સામે કુહાડીના ઘા કરી યુવાનની ઢીમ ઢાળી દીધું

vartmanpravah

Leave a Comment