Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ જીઆઈડીસીની એસ.એન. એગ્રોફુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામની જીઆઈડીસીના સેકન્‍ડ ફેસ વિસ્‍તારમાં કાર્યરત એસ.એન. એગ્રોફૂડ કંપનીમાં સવારના સમયે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની વિકરાળતા અને તીવ્રતા જોતા કામદારો અને આજુબાજુવિસ્‍તારમાં ભયના વાતાવરણ સાથે દોડધામ મચી જવા પામી હતી.
આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉમરગામ સેકન્‍ડ ફેસ વિસ્‍તારમાં પ્‍લોટ નં.સી1/174 માં આવેલી ફરસાણ બનાવતી એસ.એન. એગ્રો ફૂડ કંપનીમાં મંગળવારે સવારે સાત વાગ્‍યાના અરસામાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ જીઆઈડીસી ફાયર વિભાગ અને ઉમરગામ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને થતા તાત્‍કાલિક ઘટના સ્‍થળ ઉપર ઘસી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા હતા. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ આગ ઉપર કાબુ મેળવવા સફળ થઈ હતી. આજની ઘટનામાં જાનહાની કે ઈજાગ્રસ્‍ત થવાની ઘટના પ્રકાશમાં આવી નથી. પરંતુ કંપનીમાં રાખેલ ખાદ્ય સામગ્રીનો જથ્‍થો તેમજ રો-મટીરીયલ વગેરે આગની લપેટમાં ખાક થઈ જવા પામી હતી તેમજ મશીનરી સહિતની સામગ્રીને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

vartmanpravah

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

ધરમપુરમાં 35 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ મંદિરે ચૈત્રી નવરાત્રિ પર્વે દેવી ભાગવત કથાનું આયોજન કરાયું

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment