Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2018 બાદ સર્વે થયો નથી તો બીજી તરફ પોર્ટલ પરથી ઓટો ડીલીટ થયેલા લાભાર્થીઓના નામો પણ ફરી ચઢયા નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: હાલમાં જ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચીખલી તાલુકાના 42-જેટલા ગામોમાં 119 જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું છે. આમ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ઘણા વર્ષોથી અમલમાં છે. આ ઉપરાંત ઓબીસી સમાજના લોકો માટે પંડિત દિન દયાળ ઉપાધ્‍યાય આવાસયોજના તથા હળપતિ સમાજના પરિવારો માટે હળપતિ ગૃહ નિર્માણ બોર્ડની તથા આદિજાતિ સમાજ માટે આદિજાતિ વિભાગમાં પણ આવાસ માટેની જોગવાઈઓ છે. તેમ છતાં તાલુકામાં અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા ભીતવાળા મકાનમાં પોતાનું જીવન વ્‍યતિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2018 બાદ સર્વે થયું નથી અને જે સર્વે થયું હતું. તે સર્વે મુજબની પ્રતીક્ષા યાદીમાંથી કોઈક કારણોસર પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોર્ટલ પરથી 405ની આસપાસના લાભાર્થીઓના નામનો ઓટો ડીલીટ થઈ ગયા હતા. 2018 બાદ પોર્ટલ ન ખુલતા આ ઓટો ડીલીટ થયેલા નામોનો ફરી પોર્ટલ પર પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થયો નથી. અને ઓટો ડીલીટ થયેલા પૈકી કોઈ લાભાર્થીનું આવાસ મંજુર થાય તો પણ પોર્ટલ પર નામ ન હોવાથી તેને લાભ આપી શકાતો નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના સિવાયની આવાસ માટેની યોજનાઓમાં મર્યાદિત ગ્રાન્‍ટના અભાવે ઘણા ઓછા પ્રમાણમાં લાભાર્થીઓને આવાસનો લાભ મળતો હોય છે.
ઉપરોક્‍ત સંજોગોમાં અનેક જરૂરિયાતમંદ પરિવારો આવાસના લાભથી આજે પણ વંચિત છે. તલાવચોરના શામળા ફળીયામાં મધુબેન ધનજીભાઈ પટેલ પોતાની પૌત્રી સાથે જ્‍યાં નિવાસ કરે છે. તે ઘરની ઉપર પતરાનું છત છે. તો દિવાલના સ્‍થાને ફરતે પ્‍લાસ્‍ટિક વિટાળેલું છે. એમ જોય તોઘરની વ્‍યાખ્‍યામાં પણ ન આવે તેવી સ્‍થિતિમાં આ દાદી-પૌત્રી નિવાસ કરી રહ્યા છે. શામળા ફળીયામાં જ વનીતાબેન હરીશભાઈ પટેલનો શ્રમજીવી પરિવારના કાચા ઘરની ભીત આજે પણ વાંસ અંશ લીપણવાળી છે. આવા તો અનેક પરિવારો આજે આવાસના લાભથી વંચિત છે. અને ખાસ કરીને ચોમાસામાં આવા પરિવારોના માથે સતત જોખમ તોળાતું હોય છે. ત્‍યારે તંત્ર દ્વારા નવેસરથી સર્વે કરાવી કાચા ઘરોને પ્રાથમિકતા આપવી જોઈએ બાકી હાલની સ્‍થિત અને ધારા ધોરણો મુજબ તો ગરીબ પરિવારોને પાકા ઘરનું સ્‍વપ્‍ન સ્‍વપ્‍ન રહી જશે તેમ લાગી રહ્યું છે.

Related posts

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન કરાતા ક્‍વોરી એસોસિએશને હડતાળનું શસ્ત્ર ઉગામતા ચીખલી સહિત નવસારી જિલ્લામાં બ્‍લેક ટ્રેપ ખનીજની 149 જેટલી લીઝ અને 70થી વધુ ક્રસર પ્‍લાન્‍ટો બંધ

vartmanpravah

મોટી દમણની ઝરી પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં દહીં હાંડી ફોડી જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

ડીઆઈજી આર.પી.મીણાના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ભારતીય ન્‍યાય સંહિતા સહિતના અમલમાં આવેલા ત્રણ કાયદાઓની સમજ આપવા પોલીસ તંત્રએ પંચાયતો અને કોલેજોમાં યોજેલો જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

વાપી નગરપાલિકા વિસ્‍તાર માટે સફાઈ માટે નવો કોન્‍ટ્રાક્‍ટ રૂા.7.25 કરોડનો અપાયો

vartmanpravah

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah

Leave a Comment