October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટિંગ સ્‍પર્ધા યોજાઈ

વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલીમાં સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા આયોજિત સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટીંગ સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.
ચીખલી તાલુકા સેવા સદન કેમ્‍પસમાં આર્યગ્રુપ દ્વારા આયોજિત સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટીંગ સ્‍પર્ધામાં શરૂઆત ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, ભાજપના જિલ્લાના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય નિકુંજભાઈ પટેલ, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ, આર્યા ગ્રુપના કલ્‍પેશભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી. શરૂઆતમાં ધારાસભ્‍ય નરેશભાઈ પટેલે સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ 128 જેટલા બાળકોને શુભેચ્‍છા પાઠવી હતી. અને તાલુકામાં આ પ્રકારની સ્‍પર્ધાનું પ્રથમ વખત આયોજન માટે આર્ય ગ્રુપને અભિનંદન પાઠવ્‍યા હતા. સંગીત સાથે યોજાયેલ આ સ્‍કેટીંગની સ્‍પર્ધામાં મોટી સંખ્‍યામાં બાળકો સાથે વાલીઓ અને સ્‍થાનિકો ઉપસ્‍થિત રહી સ્‍પર્ધાને મનભરીને માણી હતી. સ્‍પર્ધા દરમ્‍યાન કોચ તરીકે બાદલભાઈ ટંડેલે સેવા બજાવી હતી.
આ સ્‍કેટીંગસ્‍પર્ધા 4 થી 5, 5 થી 7, 7 થી 10 અને 10 થી 14 વર્ષના બાળકોની યોજાઈ હતી. અને તમામ વય જૂથમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર તમામ બાળકોને ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ અને આર્ય ગ્રુપ દ્વારા સંયુક્‍ત રીતે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા. સ્‍પર્ધાના અંતમાં સતત બે કલાક તમામ બાળકો દ્વારા સ્‍કેટીંગ કરવામાં આવ્‍યું હતું. સ્‍કેટીંગ સ્‍પર્ધાએ ઉપસ્‍થિતોમાં અનેરું આકર્ષણ જમાવ્‍યું હતું. અને પ્રથમ વખત આ પ્રકારની સ્‍પર્ધાના સફળ આયોજન માટે આર્ય ગ્રુપને બિરદાવ્‍યું હતું.

Related posts

આલોક કંપનીની કેન્‍ટીનમાં કામ કરતા નેપાલી યુવાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો

vartmanpravah

ઉમરગામ તાલુકાના નાહુલીમાં જાળમાં ફસાયો 8 ફૂટ લાંબો મહાકાય અજગર

vartmanpravah

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

દાનહમાં અફવાને કારણે પોસ્‍ટ ઓફિસ સામે મહિલાઓની જામેલી ભીડ

vartmanpravah

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah

Leave a Comment