September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલીમાં એલઆઈસી એજન્‍ટ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓના ઉકેલની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીમાં એલ.આઈ.સી.ની કચેરીમાં 300 થી વધુ એજન્‍ટો ઉપસ્‍થિત રહી પોલીસ હોલ્‍ડરનું બોનસ વધારવું, લોનનું વ્‍યાજ ઘટાડવું, પ્રીમિયમ પર જીએસટી બંધ કરવું, એજન્‍ટ માટે પેન્‍શન, પ્રોવિડન્‍ટ ફંડ ચાલુ કરવા સાથે જ ગ્રેજ્‍યુટીની રકમમાં વધારો કરવા જેવી માંગણીને લઈ એલઆઈસી કચેરીની બહાર સૂત્રોચ્‍ચાર કર્યા હતા. એજન્‍ટો એકદમ શિસ્‍તબધ્‍ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલું કર્યું હતું. મહિલા એજન્‍ટ મિત્રો એ પણ ખૂબ જ ઉત્‍સાહભેર વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.વિરોધ પ્રદર્શનમાં એસોશિએશનના દક્ષેશ પરમાર, પ્રથમેશ પ્રજાપતિ, મોનિકા દેસાઈ, બીનીતાબેન ઉપરાંત ઘેજના પ્રિતેશભાઈ, કલ્‍પેશભાઈ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

દાનહના સીલી ગામના અદ્વૈતા ગુરુકુળમાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

vartmanpravah

અતુલ ખાતે ટેમ્‍પાનું ટાયર ફાટતાં સામેના ટ્રેક પર જઈ બ્રિજ પર લટક્‍યો: સામેના ટ્રેક પર ઘસી જઈ બે કાર અને એક ટેમ્‍પાને અડફટે લીધા

vartmanpravah

Leave a Comment