September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

ભારત વિકાસ પરિષદ ગુજરાતના પ્રમુખ તરીકે ફાલ્ગુનભાઈ વોરાની વરણીઃ સચિવ તરીકે સુરેશભાઈ પટેલની કરાયેલી નિયુક્તિ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
અમદાવાદ,તા.૧૫: ભારત વિકાસ પરિષદ ગુજરાતના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ રામાણીની અધ્યક્ષતામાં ભારત વિકાસ પરિષદની ગુજરાત મધ્ય પ્રાંતની વાર્ષિક અસાધારણ સભા મણિનગર, સ્થિત ઍવા હેડગેવાર ભવન અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ સભામાં ભારત વિકાસ પરિષદ(ભા.વિ.પં.)નાં અખિલ ભારતીય અધિકારી શ્રી આર. કે. ભગત દ્વારા આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે ગુજરાત મધ્યપ્રાંતના પ્રમુખ, સચિવ, ખજાનચી, મહિલા સંયોજિકા તેમજ સમગ્ર કારોબારીની જાહેરાત કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે શ્રી ફાલ્ગુનભાઈ વોરાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને સચિવ તરીકે શ્રી સુરેશભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે ખજાનચી તરીકે શ્રી મનસુખભાઈ કાછડીયા, મહિલા સંયોજીકા તરીકે શ્રીમતી પ્રવિણાબેન ઠક્કર તેમજ સમગ્ર કારોબારીના નામની જાહેરાત કરવામાં આવી.
આ અવસરે ભારત સરકાર દ્વારા વિશિષ્ઠ સેવા મેડલ તેમજ શૌર્યચક્રથી સન્માનીત એવા ઝાંબાજ બલિદાની શહીદ વીરલાન્સ નાયક શ્રી ગોપાલ સિંહ મુનિમસિંહ ભદોરીયાના માતા-પિતાનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે યાદ રહે કે, ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું એક સામાજિક, સેવાભાવી, બિન રાજકીય સંગઠન છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણઃ સુપ્રીમ કોર્ટમાં સરકારની વિશેષ લીવ પીટિશન નામંજૂરઃ મુંબઈ હાઈકોર્ટ કરશે સુનાવણી

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

કપરાડામાં ભાડાની દુકાનમાં ડીગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતો ઊંટવૈદ પકડાયો

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

Leave a Comment