Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી

વર્ષ-2007થી અત્‍યાર સુધીમાં આશીર્વાદ રૂપ 108 એમ્‍બ્‍યુલન્‍સમાં મહિલાઓની નોર્મલ ડિલેવરી કરાવી માતા અને બાળકોના જીવ બચાવ્‍યા હતા

જિલ્લામાં 15 જેટલી 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 65- પાયલટ અને 65-જેટલા ઈએમટી સેવા બજાવી રહ્યા છે

ગુજરાતની સંજીવન બની 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા લાખો લોકોને આપ્‍યું નવજીવન

(અહેવાલ : દીપક સોલંકી ચીખલી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.16: હાલના વડાપ્રધાન અને તત્‍કાલીન ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી હતા ત્‍યારે વર્ષ 2007 માં 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો પ્રારંભ થયો હતો. જે હવે લોકો માટે સંજીવની બુટ્ટી સમાન સાબિત થતા વર્ષ 2007 થી 2023 સુધી 108 એમ્‍બ્‍યુલન્‍સ 16 વર્ષમાં કુલ્લે 3,33,917 કેશોમાં જીવ બચાવતા આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.
નવસારી જિલ્લામાં 108ની ટીમે સગર્ભા મહિલાઓ માટે અને બાળકોના જીવ બચાવવા માટે આશીર્વાદ રૂપ બની રહી છે, નવસારી જિલ્લામાં છેલ્લા 16 વર્ષમાં 108ની ટીમે 1510 જેટલી મહિલાઓને હોસ્‍પિટલ ખસેડતા એમ્‍બ્‍યુલન્‍સમાં ડિલેવરી કરાવી હતી જ્‍યારે નવસારી જિલ્લામાં એક્‍સિડન્‍ટ કેસ 41730, હાર્ટ રિલેટેડ કેસ 13386, તેમજ શ્વાસ રીલેટેડ 22270 જ્‍યારે ગંભીર કેસો કેજેમાં 108 સેવાના લીધે 38915 જીવ બચાવી આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે
નવસારી જિલ્લામાં માતા અને બાળ મૃત્‍યુ દર અટકાવવા છેલ્લાં 16 વર્ષથી 108ની ટીમે આશીર્વાદ રૂપ પ્રેગ્નેટ મહિલાઓને હોસ્‍પિટલમાં ખસેડતી વખતે 108 એમ્‍બ્‍યુલન્‍સમાં મહિલાની નોર્મલ ડિલેવરી કરાવી પડી હતી. નવસારી જિલ્લામાં બાળ મરણ અને માતા મરણ દર અટકાવવા 108ની ટીમ અગ્રેસર રહી છે જિલ્લાના આદિવાસી વિસ્‍તારોમાં અને શ્રમિકો પ્રેગ્નેટ મહિલાઓને પ્રસુતિનો દુઃખાવો ઉપડતાં પરિવાર જનો દ્વારા 108 ની મદદ મેળવીને મહિલાને હોસ્‍પિટલ ખસેડતા હોય છે 108ની ટીમ દ્વારા પ્રેગ્નેટ મહિલાને હોસ્‍પિટલ ખસેડતી વખતે મહિલાઓને પ્રસુતિનો દુઃખાવો ઉપડતાં એમ્‍બ્‍યુલન્‍સને રોડની સાઈડ પર અટકાવી 108નાં પાયલટ અને ઈએમટી સાથે પરિવારજનોની મદદ લઈને એમ્‍બ્‍યુલન્‍સમાં મહિલાઓની નોર્મલ ડિલેવરી કરાવી માતા અને બાળકોના જીવ બચાવ્‍યા હતા. 108માં મહિલાની ડિલેવરી કરાવ્‍યા બાડ મહિલા અને નવજાત શિશુને સુરક્ષિત હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતા. 108ની ટીમે અત્‍યાર સુધીમાં 333917 ઈમરજન્‍સી કેસો એટેન્‍ડ કર્યા હતા. લોકો માટે નવસારી જિલ્લામાં 108ની ટીમ આશીર્વાદ રૂપ બની રહી છે તેમજ કોરોના મહામારીમાં પણ 108ની ટીમે સતત સેવા બજાવી હતી જેનેલઇને તેવો ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બન્‍યાં છે

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહીના કારણેખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

Leave a Comment