Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

નંદીગ્રામ તીર્થમાં આજથી શ્રી લબ્‍ધિ વિક્રમ કુમાર સંસ્‍કાર શિબિરનો ભવ્‍ય પ્રારંભ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ભક્‍ત થવું ભક્‍તિ કરવી એ આંતરિક સંવેદના છે. મૂર્તિને મંદિરનું નિર્માણ એ બાહ્ય ઘટના છે. ઘટના વારેવારે ઘટે બને કેમ કે નિયમિતને આધીન છે જ્‍યારે સંવેદના કવચિત જન્‍મે કેમ કે એ ચિતની ઉપજ છે. પરમાત્‍માને દ્રવ્‍ય સમર્પણ ઘણું કર્યું. હવે દિલ સમર્પણ કરીએ પછી… બારેમાસઆનંદ. મુંબઈ અમદાવાદ હાઈવે રોડ નંદીગ્રામ તીર્થમાં ઉપરોક્‍ત ચિંતન બાળ સંસ્‍કાર શિબિરના પ્રણેતા હૃદય સ્‍પર્શી પ્રવચનકાર પૂજ્‍યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યશોવર્મસુરિશ્વરજી મહારાજા એ વહાવ્‍યુ હતું ને વધુમાં જણાવ્‍યું હતું કે ભક્‍તિ કરવી ને ભક્‍ત બનવું સૌથી કઠિન છે કેમ કે… ભક્‍તિ કરનારે કોઈપણ જીવ જોડે દ્વેષ ન રખાય. દ્વેષ એ પ્રભુમાં ચિત્ત સમાયું નથી નું પ્રમાણ છે. જગતના જીવોને અને ઘરના સ્‍વજનોને પ્રેમ ન કરે તે ભક્‍ત નથી. આજથી શ્રી લબ્‍ધિ વિક્રમ કુમાર સંસ્‍કાર શિબિરનો ભવ્‍ય પ્રારંભ થશે. સવારે 10 ક. મુખ્‍ય લાભાર્થી શાંતિ પ્રેમ ગોલીયાને અન્‍ય લાભાર્થી પરિવારો દીપ પ્રાગટય કરશે ને નિલેશભાઈ રાણાવત સંગીતમય વંદનાને ગુરુદેવશ્રીનું ઉદબોધન થશે. દેશના અનેક પ્રદેશથી બાળકો પધારશે. જબરજસ્‍ત તૈયારીઓ કરવામાં આવી છે. તમામ સંસ્‍કારનો સિંચન થઈ શકે એવી એક્‍ટિવિટી ગેમ્‍સનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. અનેક ગુરુ ભગવંતો વાંચના આપશે. તા.17 થી શરૂ થનારી આ શિબિરનું સમાપન તા.21ના સાંજે થશે ને બપોરે ક્‍વીઝનું આયોજન થશે. શ્રમણ સેવા ગ્રુપના યુવાનો આ આયોજનને સફળ કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અદભુત શિબિર પછી ઉમરગામ સ્‍ટેશન જૈન સંઘની સાલગીરી માટે તા.23 ના પ્રવેશ કરશે તા.22 સંજાણ તા.24ના સાલગીરીની ઉજવણી થશે.આ શિબિરમાં ચાર-ચાર આચાર્ય ભગવંતોને સાધુ ભગવંતો મોટી સંખ્‍યામાં પધારશે.

Related posts

ધરમપુરમાં દિવ્‍યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્‍તે કીટ વિતરણ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબ દ્વારા બે દિવસીય વુમન્‍સ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાયો : કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં દમણમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિશાળ રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા

vartmanpravah

પારડીમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

Leave a Comment