July 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશ

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
શનિવારે નાની દમણના દરિયા કિનારે સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર સમુદ્ર નારાયણ મંદિરના નિર્માણ માટે નાની દમણ જેટી ખાતે જગ્‍યાનીફાળવણી કરવામાં આવી હતી. જેમાં દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ની મુખ્‍ય ભૂમિકા રહી હતી.
શનિવારે આયોજીત શિલાન્‍યાસ વિધિમાં પ્રશાસન તરફથી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા પોતાની ધર્મપત્‍ની સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી ચંદ્રગીરી ટંડેલ, યુવા નેતા શ્રી આશિષ પ્રભાકર, શ્રી ધર્મેશ ટંડેલ, આગેવાન ધારાશાસ્‍ત્રી શ્રી રજનીકાંત ટંડેલ, શ્રી સતિષ પંચક વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સમુદ્ર નારાયણ મંદિરના પટાંગણ ખાતે દર ગુરૂવારે મહા આરતીનું ભાવભક્‍તિ પૂર્વક આયોજન કરવામાં આવે છે, જેમાં માછી સમાજ સહિત આજુબાજુ વિસ્‍તારના લોકો મોટી સંખ્‍યામાં ભાગ લઈ રહ્યા છે.

Related posts

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

ચીખલી પોલીસે બોડવાંકથી દારૂ સાથે એકની કરેલી ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

સેલવાસ ન.પા. સી.ઓ. મોહિત મિશ્રા સમક્ષ સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍ટમ લાગુ કરવા દાનહ સિવિલ સોસાયટીની રજૂઆત

vartmanpravah

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

દમણની કલેક્‍ટર કોર્ટે આપેલો શિરમોર ચુકાદો દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્‍ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્‍ની સુલોચના દેવી ખેડૂત નથીઃ કૃષિની ખરીદેલી તમામ જમીનની સેલ પરમિશન રદ્‌ કરવાનો પણ આદેશ

vartmanpravah

Leave a Comment