September 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસ

પારડી પોલીસે 360 નંગ બિયરના ટીન મળી 36,000 નો મુદ્દો માલ કબજે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: લગ્ન સિઝનમાં દારૂનો જથ્‍થો વેચવા માટે વિપુલ પ્રમાણમાં લાવી ઘરે સંતાડી રાખતા એલસીબી પોલીસે બાતમી આધારે ટુકવાડા ગામે નવી નગરી ખાતે નિતિનભાઈ ચીમનભાઈ હળપતિના ઘરે છાપો માર્યો હતો અને છાપો દરમિયાન પોલીસને નિતિનભાઈના ઘરે પેજારી અને બાથરૂમના ભાગે સંતાડી રાખેલા બીયરના બોક્ષ નંગ 13 જેમાં બીયર ટીન નંગ 60 જેની કિંમત રૂા.36000 નો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેથી નિતિનભાઈ હળપતિની પોલીસે ધરપકડ કરી બીયરનો જથ્‍થો કબજે લીધો હતો. અને જેની પોલીસે કરેલીપૂછપરછમાં નિતિનભાઈએ કબૂલાત કરતાં જણાવ્‍યુ હતું કે હાલ તેમના ગામમાં પૂર જોશમાં લગ્નની સિઝન ચાલી રહી છે જેમાં બીયર વેચી વધુ નફો મેળવવા માટે દમણથી તેવો અલગ અલગ વાઈન શોપમાંથી છૂટક બીયરનો જથ્‍થો લાગી પોતાના ઘરે એકત્ર કર્યો હોવાનું જણાવ્‍યુ હતું જે વેચે તે પહેલા પોલીસેને બાતમી મળતા છાપો માર્યો હતો. જોકે આ દારૂનો જથ્‍થો પાડોશમાં લગ્ન હોય જેમાં મહેમાનોના સ્‍વાગત માટે જ મંગાવ્‍યો હોવાની વાતો વહેવા પામી છે.

Related posts

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ નેહરુ યુવાકેન્‍દ્ર દ્વારા વિશ્વ કેન્‍સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી: યુવાનોને આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય જીવનશૈલી અંગે તાલીમ અપાઈ

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

કચીગામ ખાતે ભીખીમાતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

કુપોષણ મુક્‍ત નવસારી અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment