Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત તેમજ સેલ્‍યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો) ગુજરાત દ્વારા વાપી સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓ ફિલ્‍મ મુવી ટ્રીપ યોજાઈ

ચલા સીને પાર્કમાં ધ કેરાલા સ્‍ટોરી ફિલ્‍મ નિઃશુલ્‍ક બતાવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: સેલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી રાજેશ કુમાર ઝા ની પ્રેરણાથી, સેલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રીય અને પ્રાદેશિક કમિટીના સંરક્ષક પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, સેલ્‍યુટ તિરંગા, ગુજરાત પ્રદેશ અધયક્ષ શ્રી ઉત્તમભાઈ પટેલ, સેલ્‍યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો)ના અધ્‍યક્ષ ડૉ.શૈલેશ વી. લુહાર , (રાષ્‍ટ્રીય સલાહકાર) પરમપુજ્‍ય રામ સ્‍વામીજી, પરમપુજ્‍ય હરી સ્‍વામીજી તેમજ સેલ્‍યુટ તિરંગા (કોષ અધ્‍યક્ષ) ડૉ.સચિન બી. નારખેડે, ના સહયોગથી આશરે 150 જેટલી વિદ્યાર્થીનીઓને ચલામાં આવેલ સીનેપાર્કમાં ‘‘ધ કેરેલા સ્‍ટોરી” ફિલ્‍મ ફ્રીમાં બતાવવામાં આવી હતી. સેલ્‍યુટ તિરંગા, ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી ઉત્તમભાઈ પટેલે વિદ્યાર્થીનીઓને જાગૃતતા કેળવવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. સંસ્‍થાના પરમપુજ્‍ય રામ સ્‍વામીજી દ્વારા વિદ્યાર્થીનીઓને દેશમાંરાષ્‍ટ્રવાદ, ધર્મ પ્રત્‍યે પ્રેમ, તેમજ આતંકવાદી ગતિવિધિ નાબુદ કરવા માટેનું માર્ગદર્શન આપ્‍યું હતું. તથા સેલ્‍યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો) ના અધ્‍યક્ષ ડૉ.શૈલેશ વી. લુહારે વિદ્યાર્થીનીઓને માતા પિતાના સંસ્‍કારો સાથે રહેવાનું તથા સોસિઅલ મીડિયાના ડાયવર્ઝન વિશે માહિતગાર કાર્ય હતા.
ડૉ.સચિન બી. નારખેડે દ્વારા જણાવાયુ હતું કે, અત્‍યારના સમયમાં દીકરીઓને જાગૃત કરવી અને સાચી રાહ બતાવવીએ ખુબજ જરૂરી છે, આ કોલેજના એસોસિયેટ પ્રોફેસર શેતલ બી. દેસાઈએ જણાવ્‍યું હતું કે, આ મૂવી બતાવાવનો મુખ્‍ય હેતુ એ છે કે, આપણી યુવા પેઢીની દીકરીઓને જે રીતે અંધારામાં રાખી ખોટા માર્ગ તરફ દોરવામાં આવી રહી છે તે પ્રત્‍યે જાગૃતતા લાવવી જરૂરી છે. કોલેજની વિદ્યાર્થીની ભક્‍તિ પટેલએ જણાવ્‍યું હું કે, આ મૂવીમાંથી અમને માતા-પિતા જે માર્ગદર્શન આપે એ આપણા હિતમાં જ હોય છે તેમજ આપણા ધર્મ પ્રત્‍યે પ્રેમ, સાચું ખોટું માં ફર્ક જેવી બાબતો શીખવા મળી હતી.
આ આયોજનમાં કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ.નેહા જી. દેસાઈ, એસોસિયેટ પ્રોફેસર ભૂમી એસ. પટેલ આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શિવાની જે. ગાંધી, ખુશ્‍બુ બી. પટેલએ મહત્‍વની કામગીરી બજાવી હતી. આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍યપૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે, તમામ સ્‍ટાફે સેલ્‍યુટ તિરંગા ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૪૭ કેસ નોંધાયા: ૫૨૦ ઍકટિવ કેસ

vartmanpravah

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

vartmanpravah

કોંગ્રેસ નેતા અધીર રંજને રાષ્‍ટ્રપતિ માટે અશોભનીય શબ્‍દ પ્રયોગ કરતા ધરમપુર ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

vartmanpravah

દમણની સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્‍યુરીટી ગાર્ડ ઉપર અજાણ્‍યા ઈસમે કરેલું ફાયરિંગ

vartmanpravah

Leave a Comment