Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કરવડ વિસ્‍તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો

કોર્પોરેટરની મેડિકલની દુકાન માર્જીનમાં હોવા છતાં નહી તોડાતા સ્‍થાનિકોએ હંગામો મચાવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી સુલપડ વિસ્‍તચારમાં રસ્‍તાઓ પહોળા કરવા માટેનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસથી ડિમોલિશનની કામગીરી વિવાદી બની ચૂકી છે.
વાપીના સુલપડ વિસ્‍તારમાં નગરપાલિકા દ્વારા સુલપડથી યુપીએલ તરફ જતા રોડ ઉપર ગેરકાયદે દબાણો, મકાન, દુકાન ઉભા થઈ ગયા હતા. તેથી મુખ્‍ય રોડ સંકડાઈ ગયો હોવાથી અવર જવરની મુશ્‍કેલી ઉભી થતી હોવાથી પાલિકાએ રોડ પહોળો કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. શરૂઆતથી જ આ કામગીરીનો લોકોએ વિરોધ કર્યો હતો તેમ છતાં કામગીરી ચાલુ રહી હતી. પરંતુ ડિમોલિશનમાં પાલિકા તરફથી વહાલા દવલાની નિતિ અખત્‍યાર કરતા કામગીરી વધુ વિવાદી બની હતી. ડિમોલિશનમાં એક કોર્પોરેટરની મેડિકલની દુકાન જે રીતસર માર્જીનમાં હોવા છતાં એ દુકાન તોડવામાં નહી આવતા સ્‍થાનિકો ભારે રોષે ભરાયા હતા અને કામગીરીનો જોર-શોરથી વિરોધ ઉઠાવીને મામલો બિચકાયો હતો. ડિમોલિશન અટકાવવા સુધીની કોશિશો પણ થઈ હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

‘હર ઘર તિરંગા’

vartmanpravah

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્‍યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

Leave a Comment