July 17, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય શાળા રમત-ગમત સ્‍પર્ધા-2023 દમણમાં જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ: દમણ જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ સક્રિયપણે લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.24 : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશમાં રમત-ગમતના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્‍યા છે. તેના અનુસંધાનમાં સ્‍કૂલ ગેમ ફેડરેશન દ્વારા દિલ્‍હી અને મધ્‍યપ્રદેશમાં આગામી 6 જૂનથી 12 જૂન દરમિયાન રાષ્‍ટ્રીય શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં અંડર-19 છોકરાઓ અને છોકરીઓ માટે વિવિધ રમત-ગમતની સ્‍પર્ધાઓ યોજાશે. આ નેશનલ સ્‍કૂલ સ્‍પોર્ટ્‍સ મીટના આયોજનનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય રમત પ્રતિભાને ઓળખવા, શોધવા અને પ્રોત્‍સાહન આપવાનો છે અનેરમતોને લોકપ્રિય બનાવવાનો છે. જેથી તેમાંથી કેટલાકને આવનારા વર્ષોમાં રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની રમતોત્‍સવમાં સામેલ કરી શકાય અને સમગ્ર દેશમાં રમત-ગમત-ગમત પ્રોત્‍સાહન મળે. પ્રતિષ્ઠિત ખેલાડીઓને તેમના સારા પ્રદર્શન અને યોગદાન માટે સન્‍માનિત કરવામાં આવશે.
આ સંદર્ભે કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી.ના માર્ગદર્શન હેઠળ અને રમત-ગમત નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી આજે દમણમાં નેશનલ સ્‍કૂલ સ્‍પોર્ટ્‍સ મીટ-2023માં ભાગ લેવા માટે દમણ જિલ્લા કક્ષાના ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પસંદગી પ્રક્રિયામાં દમણ જિલ્લાની વિવિધ શાળાઓના ખેલાડીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
હવે દમણમાં યોજાનારી સંઘ કક્ષાની પસંદગી પ્રક્રિયામાં દમણના ખેલાડીઓ 25 અને 26 મેના રોજ દીવ અને દાનહના ખેલાડીઓ સાથે સ્‍પર્ધા કરશે.
આજે યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં એથ્‍લેટિક્‍સ, ફૂટબોલ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, યોગા, ચેસ, બોક્‍સિંગ, ટેબલ ટેનિસ, બેડમિન્‍ટનના ખેલાડીઓની સંઘ કક્ષાની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી હતી.

Related posts

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દમણમાં સાદગી સાથે પરંપરાગત રીતે માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબે ઉજવેલો નારિયેળી પૂર્ણિમાનો ઉત્‍સવ

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની રચનાના ચક્રો ગતિમાન થયાઃ આગામી બેઠકમાં ચેરમેન સહિતના નામો જાહેર થશે

vartmanpravah

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment