September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

દૃશ્‍યો જોઈ વાહન ચાલકો તથા રાહદારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: કપરાડા નાસિક હાઈવે કુંભઘાટથી નાનાપોંઢા સુધી આશરે 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ હતી. આવતા-જતા વાહનો આ દૃશ્‍ય જોઈ અચરજમાં મુકાઈ જતા જોવા મળી રહ્યા હતા.
કુંભઘાટથી નાનાપોંઢા સુધી પાંચ કિલોમીટર રોડ ઉપર આજે નિરોધ-કોન્‍ડોમ ઠેર ઠેર પથરાયેલ હોવાની વિચિત્ર ઘટના ઘટી હતી. લોકો આવતા-જતા આ દૃશ્‍ય જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા. જૈવિક કચરો કોન્‍ડોમ પથરાયેલ જોવા મળતા લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. બાદમાં બપોરે સ્‍થળ ઉપર એક ટેમ્‍પો દ્વારા કોન્‍ડોમ ભરવાની કામગીરી થતી જોવા મળી હતી. ટેમ્‍પો ડ્રાઈવરને લોકોએ પૂછ્‍યુ તો જણાવેલ કે અમારા શેઠએ અમદાવાદ લઈ જવાનું જણાવેલ છે પરંતુ સ્‍થાનિક અગ્રણીઓએ ઘટનાની પોલીસ અને આરોગ્‍ય વિભાગે તળીયાઝાટક તપાસ કરવાની માંગણી કરી હતી.

Related posts

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

vartmanpravah

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

Leave a Comment