October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

પારડી લગ્નપ્રસંગમાં ગયેલ આદિવાસી પરિવારને અકસ્‍માત નડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ગણદેવીના ઓરિયા વિસ્‍તારનો આદિવાસી પરિવાર સગા સંબંધી, સ્‍નેહીઓ સાથે પારડી લગ્ન પ્રસંગે ગયો હતો. છોટા હાથી ટેમ્‍પોમાં પરિવાર લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહ્યો હતો ત્‍યારે ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા અકસ્‍મતામાં 20 જેટલા લોકો ઘાયલ થયા હતા.
ગણદેવી ઓરિયા વિસ્‍તારનો આદિવાસી પરિવાર છોટા હાથી ટેમ્‍પોમાં બેસીને પારડીથી લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહેલ ત્‍યારે ગણદેવી ગોયદી ગામ પાસે ચાલકે કાબુ ગુમાવતા ટેમ્‍પો પલટી મારી ગયો હતો. અકસ્‍માતમાં 20 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્‍માતની જાણ થતા ધારાસભ્‍ય નહેશભાઈ પટેલ, સામાજીક આગેવાનો, મામલતદાર ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડયા હતા.

Related posts

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્‍ટાર્ટઅપ પોલિસી અંગે સફળ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસે વાપીમાં પત્રકાર પરિષદ યોજી કોવિડ અને પ્રદૂષણ મુદ્દે કરેલી ચર્ચા

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાયર સેફટી ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

દમણમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે આયોજીત વિશાળ મહિલા સંમેલનમાં સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને આપેલો મંત્ર : સ્‍વસ્‍થ, મસ્‍ત અને વ્‍યસ્‍ત રહો

vartmanpravah

Leave a Comment