July 18, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
દાનહ સાંસદ કલાબેન ડેલકર દ્વારા કલેકટરને મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે લેખિત રજૂઆત કરી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર સેલવાસ સ્‍થિત ટ્રાઈબલ મ્‍યુઝીયમને તોડી નાંખવામા આવ્‍યું છે. એજ પ્રમાણે ઘણું જુનુ ટાઉનહોલ ક્‍લોક ટાવર પણ તોડી નાંખવામા આવ્‍યું છે. જે કોઈપણ પ્રકારનું અડચણરૂપ નહી હતું.પ્રદેશનું ટ્રાઇબલ મ્‍યુઝીયમ જે એક પર્યટક સ્‍થળ છે અહી મ્‍યુઝીયમ એ પ્રદેશની આદિવાસી સંસ્‍કળતિની વાર્તાઓ બયા કરે છે. આ ટ્રાઇબલ મ્‍યુઝીયમ આપણા પૂર્વજોની રહેણીકરણી અંગે લોકોને અવગત કરવામા આવે છે. આ મ્‍યુઝીયમ આપણી આદિવાસી સમાજની સંસ્‍કળતિઓની ઘણી ઝીણવટપૂર્વક સમજાવવામાં આવેલ છે. પ્રદેશમાં જેટલી પણ ઐતિહાસિક ઇમારતો છે એને બચાવી રાખવા જનપ્રતિનિધિ અને પ્રશાસનની જવાબદારી છે જેથી આવનાર પેઢીને આપણા ઇતિહાસથી રૂબરૂ કરી શકીએ.
પ્રદેશમાં કોઈપણ જૂની ધરોહર અને જૂની ઈમારતોને રીપેર અથવા એમા કોઈ બદલાવ કરવાની જો પ્રશાસનની યોજના હોય તો એના અમલમા લાવવા પહેલા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી પ્રદેશની જનતાને પણ આયોજનાઓ અંગે અવગત કરવું જોઈએ. ઉપરોક્‍ત દરેક ઘટનાઓથી પ્રદેશની જનતાની ભાવનાઓને ઘણી ઠેસ પહોંચી છે. સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશની જનતા વતી આપને જણાવવા માંગુ છે કે પ્રદેશની ઐતિહાસિક ધરોહર અને સંસ્‍કળતિને સંભાળવામાં આપણે એકબીજાને સાથ આપીએ.

Related posts

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

દાનહ કૃષિ અને વન વિભાગ દ્વારા પ્રદેશના ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર અને જીવામૃત બનાવવાની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

સાયલી પીટીએસ ખાતે પોલીસ જવાનો માટે મેગા મેડિકલ કેમ્‍પયો જાયો

vartmanpravah

Leave a Comment