August 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મચ્‍છી માર્કેટમાં મધરાતે ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો થતા બાજુનું ડેકોરેશન ગોડાઉન આગની લપેટમાં

પ્‍લાસ્‍ટીક અને લાકડાનો સરસામાન હોવાથી આગે વિકરાળ સ્‍વરૂપ પકડયું હતું : 3 બાઈક પણ ખાખ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી વિસ્‍તારમાં આગ લાગવાના બનાવો છેલ્લા સપ્તાહમાં લગાતાર બની રહ્યા છે. બે સ્‍થળોએ આઠ જેટલા ભંગારના ગોડાઉન અને એક ઓટો શો રૂમમાં આગ લાગી હતી. આગના બનાવો વણથંભ્‍યા બની રહ્યા છે. શનિ-રવિ મધરાતે વાપી મચ્‍છી માર્કેટમાં આવેલ મંડપ ડેકોરેશન ગોડાઉનમાં આગ લાગી હતી. આગને લઈ ભારે દોડધામ મચી જવા પામી હતી.
વાપી મચ્‍છી માર્કેટમાં શનિ-રવિવારે રાતે માર્કેટમાં આવેલ જી.ઈ.બી.ના ટ્રાન્‍સફોર્મરમાં ભયંકર ધડાકો થયો હતો. જેને લઈને બાજુમાં આવેલ મંડપ ડેકોરેશન ગોડાઉનમાં ભારે તણખા ઉઠી પડતા ગોડાઉનમાં પણ આગ ભભૂકી ઉઠયું હતું. ગોડાઉનમાં પ્‍લાસ્‍ટીક અને લાકડાનો સામાનભરેલો હોવાથી આગે વિકરાળ સ્‍વરૂપ પકડયુ હતું. સ્‍થાનિકોએ આગ બુઝાવવાની જહેમત આરંભી દઈને જી.ઈ.બી. ફાયર, તથા ડેકોરેશન ગોડાઉન માલિકને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ અને જી.ઈ.બી.ના સ્‍ટાફે ઘટના સ્‍થળે દોડી આવી આગ કન્‍ટ્રોલ કરી હતી. જી.ઈ.બી.એ સમગ્ર વિસ્‍તારમાં લાઈટ બંધ કરી દીધી હતી. આગમાં ત્રણ જેટલા બાઈક પણ બળીને ખાખ થઈ ગયા હતા. બે દિવસ પહેલા વલસાડમાં પણ મંડપ ડેકોરેશન ગોડાઉનમાં આગ લાગી હતી.

Related posts

દાનહ પોલીસ દ્વારા સોના-ચાંદીની લૂંટના ત્રણ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

રાજ્‍યવનમંત્રી રમણલાલ પાટકરે આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લીધી

vartmanpravah

vartmanpravah

ભર ઉનાળે કરા સાથે કમોસમી વરસાદ: ચીખલી અને વાંસદા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment