October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલીઠામાં પ્‍લાસ્‍ટીક વેસ્‍ટની આડમાં ટેમ્‍પામાં લઈ જવાતો રૂા.3.43 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

પોલીસ જાપ્તો જોઈ ચાલક ટેમ્‍પો મુકી ભાગી ગયો : ક્‍લિનર પકડાઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી બલીઠામાં ગતરોજ પ્‍લાસ્‍ટીક વેસ્‍ટની આડમાં દારૂનો જથ્‍થો ભરીને સુરત તરફ જઈ રહેલો ટેમ્‍પો એલ.સી.બી.એ ઝડપી પાડયો હતો. પોલીસે રૂા.3.43 લાખનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો હતો.
વાપી બલીઠા ગ્રામ પંચાયત કચેરી પાસે એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે વોચ ગોઠવી હતી ત્‍યારે બાતમીવાળો ટેમ્‍પો નં.જીજે 15 વાયવાય 6079 આવતો હતો ત્‍યારે પોલીસ જાપ્તો નાકાબંધી જોઈ ચાલક ટેમ્‍પો છોડીને નાસી ગયો હતો. જ્‍યારે ક્‍લિનર પ્રશાંત પાટી-રહે. બારડોલીને પોલીસે પકડી લીધો હતો. ક્‍લિનરની હાજરીમાં ટેમ્‍પામાં તપાસ કરાતા ઈંગ્‍લીશ દારૂની બોટલ નં.1992 નો જથ્‍થો મળી આવ્‍યો. દારૂની કિં. રૂા.3.43 લાખ અને ટેમ્‍પો સહિત પોલીસે રૂા.8.43 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કરી એલ.સી.બી.એ વધુ તપાસ ટાઉન પોલીસને સોંપી હતી. જ્‍યારે ટેમ્‍પો ચાલકને વોન્‍ટેડ જાહેર કર્યો હતો.

Related posts

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

વાપી જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્‍યમાં ટોપર

vartmanpravah

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્‍ય ભાવ

vartmanpravah

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

vartmanpravah

Leave a Comment