September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશતે સ્‍થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો છે.
ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ખેરગામ રોડ અને નાના ડુંભરીયાને જોડતા મુખ્‍ય માર્ગ સ્‍થિત સ્‍થાનિક કોતર ઉપર ડ્રેનેજ વિભાગ દ્વારા ચાલુ વર્ષે લાખો રૂપિયાના ખર્ચે બોક્ષ કલવર્ટનું નિર્માણ કરવામાં આવેલ છે. આ સ્‍થળે પહેલા ડુભાઉ નાળુ હતું જેચોમાસાના સામાન્‍ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ જતા આ માર્ગ પરથી વાહન વ્‍યવહાર અટકી જતો હતો. અને ખાસ કરીને ડેરીમાં દૂધ ભરવા જતા પશુ પાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. વધુમાં આ માર્ગ આ વિસ્‍તારના ખેડૂતો માટે પણ મહત્‍વનો છે.
આ દરમ્‍યાન ગામના આગેવાનનની રજૂઆત બાદ મોટા ડુંભરીયામાં સ્‍થાનિક કોતર ઉપર ડ્રેનેજ વિભાગ દ્વારા પૂરતી ઊંચાઈવાળા બોક્ષ કલવર્ટનું તો નિર્માણ કરવામાં આવ્‍યું છે. પરંતુ હવે ચોમાસાના આગમનના ગણતરીના દિવસો બાકી હોવા છતાં ડ્રેનેજ વિભાગ દ્વારા એપ્રોચ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્‍યું નથી. મુખ્‍ય સ્‍ટ્રક્‍ચરની ઊંચાઈ વધુ હોય તેવા સંજોગોમાં બંને તરફના એપ્રોચ રોડમાં જરૂરી પુરાણ કરી રોલિંગ ન કરવામાં આવશે તો ચોમાસામાં બન્ને તરફનો એપ્રોચ બેસી જશે અને વાહન વ્‍યવહાર અટકી જવાની નોબત આવશે. આ ઉપરાંત કોતરનું પાણી એપ્રોચ રોડના પ્રારંભથી એટલે કે માર્ગ પરથી વહેશે અને આ બોક્ષ કલવર્ટની બંને તરફ માર્ગ ઉપર પાણી ભરાવાની શકયતા હોય તેવા સંજોગોમાં એપ્રોચ રોડની અધૂરી કામગીરીથી બોક્ષ કલવર્ટનો કોઈ મતલબ રહેશે તેમ જણાતું નથી અને લોકોની હાલાકી યથાવત રહેશે તે નિヘતિ છે.
મોટા ડુંભરીયાના અગ્રણી અશોકભાઈના જણાવ્‍યાનુસાર અમારા મુખ્‍ય માર્ગ ઉપરબોક્ષ કલવર્ટ બનાવાયું છે. પરંતુ બંને તરફ એપ્રોચ રોડની કામગીરી હાલે અધૂરી જણાઈ છે. ત્‍યારે બન્ને છેડે જરૂરી પુરાણ કરી લેવલ મેઈન્‍ટેન કરવામાં આવશે તો જ માર્ગ પર પાણી ભરાશે નહિ.
ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.બી.દેશમુખના જણાવ્‍યાનુસાર ઘેજ ગામે બોક્ષ કલવર્ટના એપ્રોચ બાબતે ડેપ્‍યુટી એન્‍જીનીયરને સૂચના આપી તપાસ કરાવી લઉં છું.

Related posts

વાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોત

vartmanpravah

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

સરીગામમાં ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

દમણના રામસેતૂ બીચ ઉપર રિઝર્વ બટાલિયનની તિરંગા રેલીના ભારતમાતા કી જય અને વંદે માતરમ્‌ના જયઘોષથી ગુંજી ઉઠેલો વિસ્‍તાર

vartmanpravah

દહાડ પ્રાથમિક શાળા જમીન પ્રકરણમાં નવી બોટલમાં જૂનો દારૂ એ પણ બનાવટી જેવો સામે આવી રહેલો ઘાટ

vartmanpravah

Leave a Comment