Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: દમણમાં વસતા પ્રવાસી રાજસ્‍થાની લોકોની સંસ્‍થા રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા આજે નિર્જલા એકાદશી નિમિત્તે મશાલ ચોક ખાતે કેમ્‍પ રાખ્‍યો હતો અને ત્‍યાંથી પસાર થતા લોકોને ઠંડી મસાલેદાર છાશ આપવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ પીને લોકોએ રાહત અનુભવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે જ્‍યેષ્ઠ શુકલ પક્ષની એકાદશીના રોજ નિર્જલા એકાદશીનો તહેવાર શ્રધ્‍ધાપૂર્વક ઉજવવામાં આવ્‍યો હતો. શહેરના મંદિરોમાં ભક્‍તોની ભીડ જામી હતી. વર્ષમાં એક જ વાર આવતી નિર્જલા એકાદશીના મહાન ધાર્મિક મહત્‍વને સમજીને લોકો ગૌશાળાઓમાં ગયા અને પૂરા દિલથી પરોપકાર કાર્ય કર્યું હતું અને કેટલીક સામાજિક સંસ્‍થાઓના લોકોએ કેમ્‍પ લગાવી રાહદારીઓને ઠંડી મસાલેદાર છાશ પીવડાવવામાં આવી હતી જેનો મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે રાજસ્‍થાન સેવા સંઘના પ્રમુખ શ્રી ગુલાબ સિંહ ભાયલ, યુથ એક્‍શન ફોર્સના પ્રમુખ ઉમેશભાઈ પટેલ, કોમી એકતા મંચ વાપી-દમણ-સેલવાસના પ્રમુખ ખાલિદભાઈ સિરોહા, સંઘના સચિવ શ્રી ઈશ્વરભાઈ પુરોહિત, શ્રી નાથુલાલ શર્મા, શ્રી જટાશંકર શર્મા, શ્રી લીલાધરજાંગિડ, શ્રી નારાયણ લાલ જાંગિડ, શ્રી પ્રકાશ, શ્રી મનોજ, શ્રી સુરેશ સૈન સહિત કાર્યકર્તાઓએ તેમની સેવા આપી હતી.

Related posts

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

દમણ ડાભેલ કેવડી ફળિયા ખાતે સરસ્‍વતી માતા મંદિરના બીજા પાટોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment