સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન ભરતભાઈ પટેલ અને પંચાયત સેક્રેટરી અમિતાબેન પટેલને એનાયત કરેલો પુરસ્કાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 24
આજે સ્વામી વિવેકાનંદ ઓડીટોરીયમમાં આયોજીત સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે દુણેઠા ગ્રામ પંચાયતને દમણ જિલ્લાની 14 પંચાયતોમાં સૌથી સ્વચ્છ પંચાયતનો પુરસ્કાર એનાયત કરવામાં આવતા સમગ્ર પંચાયત વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી અને સરપંચ શ્રીમતી સવિતાબેન પટેલ, પંચાયતના સેક્રેટરી શ્રીમતી અમિતાબેન પટેલ તથા દુણેઠાના યુવા નેતા શ્રી ભરતભાઈ પટેલને ઠેર ઠેરથી અભિનંદનો મળ્યા હતા.
સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલનાં નેતળત્વમાં અને પંચાયત સેક્રેટરી શ્રીમતી અમિતાબેન પટેલની કુશળ રણનીતિ સાથે પંચાયતનાં સાફ-સફાઈ કર્મચારી અને સાઈડ સુપરવાઈઝરના યોગ્ય માર્ગદર્શિકાથીજ આ પાર પાડવામાં આવ્યું હતું.
દુણેઠા ગ્રુપ ગ્રામ પંચાયતને વર્ષ 2018 અને 2019માં પણ સ્વચ્છ પંચાયતનો પુરસ્કાર મળી ચૂકયો છે અને ભવિષ્યમાં પણ નવા મોટા પુરસ્કાર મળતા રહે તેવી રણનીતિ સાથે પંચાયતના આગેવાનો કામ કરી રહ્યા છે.