January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

પારડી, વલસાડ અને ઉમરગામમાં વ્‍યાજબી ભાવની નવી દુકાનો માટે 24 અરજીઓમાંથી 6 મંજૂરી કરાઈ

ઉમરગામમાં પાંચ સ્‍થળોએ બ્રાંચ એફપીએસને મંજૂરી આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: વલસાડ જિલ્લાની પુરવઠા સલાહકાર સમિતિની બેઠક કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તા.31-05-23ના રોજ કલેક્‍ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકામાં નવી વ્‍યાજબી ભાવની દુકાન અને બ્રાંચ એફપીએસ શરૂ કરવા, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણમાં થયેલા ફેરફાર અંગે, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી અને અધ્‍યક્ષ સ્‍થાનેથી રજૂ થતા મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.
બેઠકમાં પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકાઓમાં નવી વ્‍યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં પારડી તાલુકામાં પારડી, મોતીવાડા અને ઉમરસાડી ખાતે ત્રણ નવી દુકાનો શરૂ કરવા માટે કુલ પાંચ અરજીઓ આવી હતી. આ તમામ અરજીઓને ઠરાવની જોગવાઈઓ અનુસાર સ્‍વીકારવાપાત્ર ન હોવાથી નામંજૂર કરવામાં આવી હતી અને ફરીથી જાહેરનામું બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્‍યું હતું. વલસાડ તાલુકામાં કાંજણહરિ, કોસંબા-2, નાના તાઈવાડ અને વલસાડ અપના બજાર ખાતે ચાર નવી દુકાનો માટે કુલ 11 અરજીઓ આવી હતી જેમાં પાંચ અરજીઓ મંજૂર કરાઈ હતી અને ઠરાવની જોગવાઈઓ અનુસાર છ અરજીઓ નામંજૂર કરાઈ હતી. ઉમરગામ તાલુકામાં નારગોલ અને ખતલવાડામાં બે નવી દુકાનો માટે કુલ આઠ અરજીઓ આવી હતી જેમાં બે અરજીઓ મંજૂર કરાઈ હતી અને છ અરજીઓનામંજૂર થઈ હતી. તેમજ ડુમલાવમાં બ્રાંચ એફપીએસને પણ મંજૂરી આપવામાં આવી હતી.
તેમજ ઉમરગામ તાલુકામાં 10 ગામોમાં નવી દુકાનોની ફાળવણી માટે ઠરાવો મુજબ દહેરી, સોળસુંબા, સંજાણ, ડહેલી, સરીગામ, મોહનગામ, ધોડીપાડા, તુંબ-ધીમસા ગૃપ, વંકાસ, બીલીયા અને નંદીગ્રામ-તલવાડા ખાતે નાવી દુકાનો માટે ચર્ચાઓ કરવામાં આવી હતી જે મુજબ દહેરી, સોળસુંબા, સરીગામમાં નવી દુકાનોની ફાળવણી માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમજ જે ગામોમાં વસ્‍તીને ધ્‍યાને રાખી પહેલેથી જ દુકાનો આવેલી છે પરંતુ દુકાનો વચ્‍ચે વધુ અંતર ધ્‍યાને લઈ જરૂર જણાતાં ચાર જગ્‍યાએ બ્રાંચ એફપીએસને મંજૂરી આપવામાં આવી હતી. મોહનગામ, ધોડીપાડા, બીલીયા અને સંજાણ ખાતે નવી દુકાનો અને બ્રાંચ ફાળવણી માટે ફેરવિચારણા હેઠળ રાખવામાં આવ્‍યા છે.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ઉમરગામ ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી એ.આર. જહા, પુરવઠા અધિકારી કાજલ ગામીત અને સંબંધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્‍સ ક્‍લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્‍ક વિકલાંગ શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા દમણ અને સેલવાસમાં ‘હિન્‍દી પખવાડા’નો કરાયેલો શુભારંભ

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્‍ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

રોટરી રેન્‍જર વલસાડ દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment