September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરશ્રીની સૂચના મુજબ મહેસૂલ વિભાગ સેલવાસ દ્વારા જિલ્લાની વિવિધ પટેલાદોમાં સવારે 10:00 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા સુધી લાભાર્થીઓ માટે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમા મહેસૂલ વિભાગની સેવા, આવક-જાતિના દાખલા, ડોમિસાઇલ પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીઓ સ્‍વીકારવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ 6 જૂનના સોમવારે ગલોન્‍ડા પટેલાદના ગલોન્‍ડા પંચાયત ઘર સામે ગ્રાઉન્‍ડ ખાતે, 9 જૂનના રોજ શુક્રવારે સાયલી પંચાયતના લોકો માટે પ્રાથમિક સરકારી શાળા, ચોકીપાડા, સાયલી ખાતે, 13જૂનના મંગળવારે ખરડપાડા પંચાયતના લોકો માટે ખરડપાડા પંચાયત ઘર ખાતે, 16 જૂનના શુક્રવારે રાંધા પંચાયતના લોકો માટે હાઈસ્‍કૂલ પરિસર મહાલપાડા મોટા રાંધા ખાતે, 20 જૂનના મંગળવારે કીલવણી પંચાયતના લોકો માટે પ્રાથમિક સરકારી શાળા સહરીયા પાડા કીલવણી ખાતે, 23 જૂન શુક્રવારે સેલવાસ માટે પ્રાથમિક સરકારી શાળા ઝંડાચોક સેલવાસ ખાતે, 27 જૂનના મંગળવારે સામરવરણી પંચાયત માટે સામરવરણી પંચાયત ઘર સામરવરણી ખાતે જ્‍યારે 01લી જુલાઈના રોજ રખોલી પંચાયત માટે રખોલી પંચાયત ઘર ખાતે, 03 જુલાઈના રોજ હાઈસ્‍કૂલ પરિસર મસાટ ખાતે, 05 જુલાઈના રોજ નરોલી પંચાયત માટે નરોલી પંચાયત ઘર ખાતે, 07 જુલાઈના રોજ દાદરા પંચાયત માટે કોમ્‍યુનિટી હોલ દાદરા ખાતે શિબિરનું આયોજન કરવામા આવશે.
દાદરા નગર હવેલીની જનતાને શિબિરનો લાભ લેવા પોતાની અરજીઓ બપોરે 1:00 વાગ્‍યા પહેલાં જમા કરાવવા અનુરોધ કરાયો છે.

Related posts

દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના સ્‍થાપના દિવસની આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન અને ટેબલ ટેનિસ યોજાઈ

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah

Leave a Comment