(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના ખાનવેલ પોલીસ ચોકીના એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ અને એમની ટીમ દ્વારા સુરંગી અને ખડોલી વિસ્તારના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હાલની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી અને સીસીટીવી કેમેરા લગાવવા પર વિશેષ ધ્યાન આપવા સાથે સુરક્ષા ઉપાયોને પ્રોત્સાહન આપવા સૂચન કરાયું હતું.