Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના નરોલી ગામે શોકીન સિંહ (ઉ.વ.48) જે ડીપી એન્‍જીનીયરીંગ સોલ્‍યુશન અંતર્ગત ભીલોસા કંપનીમાં કોન્‍ટ્રાક્‍ટમાં નોકરી કરતો હતો જે ગત અઠવાડિયે કનાડી ફાટક નજીક નશાની હાલતમાં એક ઘરમાં ઘુસી મહિલા સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો. ત્‍યારબાદ મહિલાના પરિવારના સભ્‍યોએ શોકીન સિંહ અને એમના સહકર્મી સુખવિન્‍દર સિંહ પર લાકડા અને લાઠી વડે હુમલો કર્યો હતો. જેમા શોકીન સિંહને ઈજાઓ થઈ હતી. આ મારામારી બાદ એના મિત્રોએ મહિલાના પરિવાર સાથે સમાધાનનો પ્રયાસ કર્યો હતો અને એને પંજાબ એના ઘરે મોકલાવી આપવાની વાત કરી હતી. શોકીન સિંહના મિત્રએ એને રિક્ષામાં બેસાડી રાત્રે 8:00વાગ્‍યે વાપી સ્‍ટેશન પર છોડી આવ્‍યો હતો. જ્‍યાં એની લાશને વાપી સ્‍ટેશનના સુરક્ષા ગાર્ડે જોઈ અને વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. 27મેના રોજ વાપી ટાઉન પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી આપી હતી. ત્‍યારબાદ 1 જૂનના રોજ સેલવાસ પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવ્‍યો હતો. મૃતકના સગા બલ્‍વીન્‍દર સિંહનીફરિયાદના આધારે આઇપીસી 302,323,147,148,149 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ શ્રી સોનુ સુદને સોંપવામાં આવી હતી. એસએચઓ શ્રી અનિલ ટીકે અને ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ શ્રી હરેશ રાઠોડના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં ભીખુ મ્‍હાજી સાલકર (ઉ.વ.45) રહેવાસી કુંભારવાડી,નવાકુવા,નરોલી, અશોક દિલીપ સાલકર (ઉ.વ.25) રહેવાસી કુંભારવાડી, નરોલી, પિયુષ છોટુ પટેલ (ઉ.વ.25) રહેવાસી કુંભારવાડી, નરોલી, સતિષભાઈ શુક્કરભાઈ તુમડા (ઉ.વ.34) રહેવાસી કુંભારવાડી, નરોલી, મિનેશ દશરથ પડવાડિયા (ઉ.વ.19) રહેવાસી કુવાફળિયા, નરોલી જેઓની ધરપકડ કરી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડ ભોમા પારડી-કાંજણ રણછોડ ગામે વહેતી વાંકી નદીમાં કાર પસાર કરવી ભારે પડી : કારે જળ સમાધી લીધી

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકા ભાજપ દ્વારા પુરગ્રસ્‍તો માટે 1પ00 અનાજની કિટ અને 1700 ફૂટ પેકેટોનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીનીએ ‘પોસ્‍ટર નિર્માણ’ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

Leave a Comment