September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

જળ જંગલ જમીન અને જીવજંતુ આપણાં જીવનનો આધાર હોવાથી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે કંપનીના પ્રેસિડેન્‍ટ આર.કે.કુંદનાનીએ કર્મચારીઓને લેવડાવેલો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ઉપલક્ષમાં દર વર્ષની માફક આ વર્ષે પણ દેશની બ્રાન્‍ડેડ કેબલ અને વાયર ઉત્‍પાદક પોલીકેબ કંપની દ્વારા દરેક યુનિટોમાં પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડન્‍ટ શ્રી આર.કે.કુંદનાનીના માર્ગદર્શનમાં કંપની પ્રબંધક અને કર્મચારીઓએ કંપની પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગેકંપનીના પ્રેસિડન્‍ટ શ્રી રમેશ કુંદનાનીએ પર્યાવરણ દિવસના અભિનંદન આપતાં કર્મચારીઓ અને શ્રમિકોને પર્યાવરણના મહત્‍વની બાબતમાં જાણકારી આપી હતી. તેમણે કર્મચારીઓને જળ, જંગલ, જમીન અને જીવજંતુ આપણાં જીવનનો આધાર હોવાથી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્‍પ લેવડાવ્‍યો હતો.
આ પ્રસંગે પોલીકેબ કંપનીના વાઈસ પ્રેસિડેન્‍ટ શ્રી ગજાનંદ વરૂડકર સહિત કંપનીના શ્રી અર્તવલ્લવ સ્‍વાઈ, શ્રી જયેન મહેતા, શ્રી મુકેશ વૈષ્‍ણવ, શ્રી તપસ પ્રમાણિક, શ્રી કે.વી.રાજુ, શ્રી પ્રેમ સોની, શ્રી શશી મેનન, શ્રી આશારામ રાવત, શ્રી એમ.ડી. જોષી, શ્રી આર.વી.સિંઘ, શ્રી મુરલી, શ્રી મનેક પારીખ, શ્રી પ્રશાંત થોરાત, શ્રી રઘુનાથ, શ્રી સોહિન્‍દુ પ્રધાન, શ્રી પ્રમેન્‍દ્ર સિંહ વગેરે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં પ્રિમિયર લીગનું દબદબાપૂર્વક થયેલો પ્રારંભ: નાણામંત્રીએ ઉદ્દઘાટન કર્યું

vartmanpravah

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

ચીખલી પોલીસે બામણવેલથી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah

Leave a Comment