Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

શાહબીના બાનું સ્‍ટેશન ઉપર ગભરાયેલી હાલતમાં રાતે ફરતી હતી ત્‍યારે રેલવે પોલીસને મળી આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.06: વલસાડ રેલવે પ્‍લેટફોર્મ નં.2-3 ઉપર ગત મધરાતે રેલવે પોલીસને અમદાવાદથી ઘર છોડી નિકળેલી 16 વર્ષિય તરૂણી મળી આવી હતી. એસ.એસ.સી.માં ટકા ઓછા આવતા માતાએ ઠપકો આપેલો તેથી માઠું લાગતા તા.05 ના રોજ તરૂણી ઘરેથી કોઈને કહ્યા વગર નિકળી ગઈ હતી.
વલસાડ રેલવે સ્‍ટેશન ઉપર રાતે જી.આર.પી. પી.એસ.આઈ. આર.જે. ગોહીલએ એસ.આઈ. બચુભાઈ, હે.કો. રવિન્‍દ્ર, પો.કો. રીટાબેન, સોનલબેન નાઈટ ડયુટીમાં હતા ત્‍યારે પ્‍લેટફોર્મ નં.2-3 ઉપર એક તરૂણી ગભરાયેલી હાલતમાં આંટા મારી રહી હતી. તેથી પોલીસને શંકા જતા મહિલા પો.કો. રીટાબેન-સાવિત્રીબેને તરૂણીને વહાલથી સમજાવી વિશ્વાસમાં લીધી ત્‍યારે તરૂણીએ તા.05ના રોજ માતાએ પરિણામ સારુ નહી આવતા ઠપકો આપેલ અને ઘરેથી નિકળી ગઈ હતી. પોલીસે માતાનો મોબાઈલ નંબર મેળવી પરિવારને જાણ કરી હતી ત્‍યારે જણાવેલ કે મારી પુત્રી શાહબીના બાનુ ઘરેથી કોઈને કહ્યા વગર તા.05ના રોજ નિકળી ગઈ છે. તેની ગુમ થયાની ફરિયાદ મોડલ પો.સ્‍ટે.માં કરી છે તેથી વલસાડ જી.આર.પી.એ મોડલ પોલીસને જાણ કરીને માતા-પરિવારને પોલીસ અમદાવાદથી આવતા વલસાડ જી.આર.પી.એ. પુત્રી શાહબીના બાનુંને પરિવાર સાથે મેળાપ કરાવી આપ્‍યો હતો.

Related posts

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામનાં 23 દિવ્‍યાંગ બાળકોએ આત્‍મવિશ્વાસ અને ઉત્‍સાહ સાથે ભાગ લીધો

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

Leave a Comment