Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

આરોપીએ 9 વર્ષની સગીરાને મોબાઈલમાં બિભત્‍સ ફિલ્‍મ બતાવી કરેલું યૌન ઉત્‍પીડન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટે આજે સગીરા સાથેના યૌન ઉત્‍પીડનના કેસમાં આરોપીને દોષિત ઠેરવી 3 વર્ષની જેલ અને રૂા.6000ના દંડની સજાસંભળાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તા.22 જુલાઈ, 2020ના રોજ દમણના દાભેલ ખાતે રહેતી પીડિતાની માતાએ દમણ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્‍યું હતું કે, ગણેશ પેકેજિંગ નામની કંપનીમાં કામ કરતો તેમનો પડોશી લખન દાસ લક્ષ્મણ દાસે ફરિયાદી નોકરી ઉપર ગયા બાદ તેમની 9 વર્ષની સગીરા દિકરીને મોબાઈલમાં બિભત્‍સ ફિલ્‍મ બતાવી તેણીની સાથે દુષ્‍કર્મ કરતો હતો. આ કેસમાં પોલીસે આઈપીસીની 354, 354એ તથા પોક્‍સો એક્‍ટની કલમ 8 અને 12 અંતર્ગત ગુનો નોંધી આરોપી લખન દાસની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરી ફોરેન્‍સિક તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલ્‍યો હતો. જ્‍યાંથી મોબાઈલમાં પોર્નોગ્રાફી સંબંધિત તથ્‍ય હોવાની વાત સામે આવી હતી.
કેસના તપાસકર્તા અધિકારી પી.એસ.આઈ. શ્રી સવાનંદ ઈનામદારે 14 સપ્‍ટેમ્‍બર, 2020ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન આરોપી લખન દાસ લક્ષ્મણ દાસ બેઇલ ઉપ છૂટી ફરાર થઈ ગયો હતો. પોલીસ લગભગ 8 મહિના પછી આરોપીને તેના મૂળ નિવાસ બિહારથી વોરન્‍ટ ઉપર ધરપકડ કરી દમણ લાવી હતી.
સુનાવણી દરમિયાન પીડિતાની માતાનું પણ નિધન થયું હતું. આજે આ કેસની સુનાવણી દરમિયાન વિદ્વાન ન્‍યાયાધિશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ તપાસ અધિકારી પીડિતાની સ્‍કૂલનાપ્રિન્‍સિપાલ અને પીડિતાને સાંભળ્‍યા હતા. પીડિતાએ જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ સમક્ષ આરોપીની ઓળખ પણ કરી હતી. ત્‍યારબાદ વિદ્વાન ન્‍યાયાધિશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ આરોપી લખન દાસ લક્ષ્મણ દાસને દોષિત ઠેરવી આઈપીસીની કલમ 354 અંતર્ગત બે વર્ષની જેલ અને 2000રૂા.નો દંડ તથા પોક્‍સો એક્‍ટની કલમ 8માં 3 વર્ષની જેલ અને 4000રૂા.નો દંડ તેમજ પોક્‍સોની કલમ 12માં બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ તમામ સજા એક સાથે ચાલવાની હોવાથી દોષિતને 3 વર્ષ જેલમાં પસાર કરવા પડશે. આ કેસમાં પબ્‍લિક પ્રોસિક્‍યુટર શ્રી હરિઓમ ઉપાધ્‍યાયે ધારદાર કરેલી દલીલના કારણે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

Related posts

વાપીમાં મંગળવારે આગના બે બનાવ : જીઆઈડીસી ફોર્ટીશેડ સ્‍થિત કંપનીમાં બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગી વિરાજ કેમિકલમાં સાંજના અચાનક બ્‍લાસ્‍ટ થયા બાદ

vartmanpravah

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ લેવા માટે  ખેડૂતોએ “આધાર e-KYC ” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા

vartmanpravah

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment