Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

પરિક્ષીત આહીર, નિલેષ આહીર અને મિલન પટેલની ધરપકડ : શુટરોની નજીક પહોંચેલી પોલીસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી સહિત વલસાડ જિલ્લામાં વાપી તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ પટેલ હત્‍યાના ચકચારી પ્રકરણમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા ત્રણેય આરોપી સ્‍થાનિક છે.
વાપી કોચરવામાં રહેતા ભાજપ નેતા શૈલેષભાઈ પટેલ ગત તા.08મે ના રોજ પત્‍ની-પરિવાર સાથે રાતા કોચરવા શિવ મંદિરે સવારે 7 વાગે દર્શન કરવા ગયા હતા ત્‍યારે તેમની ગાડીમાં બાઈક ઉપર આવેલ બે શુટરોએ ગોળી આરી તેમની હત્‍યા કરી ફરાર થઈ ગયા હતા. હત્‍યાની ફરિયાદ બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં પ્રથમ જુની અદાવતમાં સોપારી આપી હુમલો કરાવનાર પાંચ આરોપી વિપુલ ઈશ્વર કો.પટેલ, મિતેશ ઈશ્વરકો. પટેલ, શરદ ઉર્ફે સદીયો દયાળ કો. પટેલ, અજય સુમન ગામીત અને સત્‍યેન્‍દ્રસિંહ ઉર્ફ સોનું ઝડપાઈ ગયા હતા. આરોપીના રિમાન્‍ડ અને તપાસમાં વધુ ત્રણ આરોપીની સંડોવણી ખુલી હતી, જેમાં નિલેશ બાબુભાઈ આહીર રહે.પંડોર આહિર ફળીયા, મિલન વિનોદ ધો. પટેલ રહે.અંબાચ, અને પરિક્ષીત ઉર્ફે લાલુ નટુ આહીર રહે.બોરીગામ ચાર રસ્‍તા, ઉમરગામની હત્‍યા પ્રકરણમાં સંડોવણી તપાસમાં બહાર આવી હતી. તેથી 4 જુને પોલીસે ધરપકડ કરી હતી. ત્રણ દિવસના રિમાન્‍ડ મેળવાયા હતા. શાર્પસુટરોના કપડા, સરસામાન અને પુરાવા નાશ કરવાની આ ત્રણેયએ ભુમિક ભજવી હતી. તમામ 8 આરોપી નવસારી જેલમાં મોકલી અપાયા છે. પોલીસે ઈશારો કર્યો હતો શાર્પ સુટરોની નજીક છે તે પણ પકડાઈ જશે.

Related posts

આંતર જિલ્લા શાળા એથ્‍લેટિક્‍સ અને યોગ સ્‍પર્ધામાં દમણની સાર્વજનિક વિદ્યાલયનો ઉત્‍કૃષ્‍ટ દેખાવઃ મેળવેલા 44 મેડલ

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment