Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

ઈન્‍ડસ્‍ટ્રીઝ, રિસર્ચ-લેબ, સર્વિસ બેઈઝ એન.જી.ઓ. અને ઈન્‍ડીવિઝલ કેટેગરી વિગેરેનો સમાવેશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: 1918માં સયાજીરાવ ગાયકવાડ બરોડા સ્‍ટેટમાં સ્‍થપાયેલ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ ગુજરાતએ ગૌરવવંતા 105 વર્ષ પૂર્ણ કર્યા છે. ફેડરેશનના રજત જયંતિ વર્ષ 1993માં એફ.જી.આઈ. એવોર્ડ ફોર એક્‍સીલન્‍સનોપ્રારંભ કરવામાં આવ્‍યો છે.
એફ.જી.આઈ. વડોદરા દ્વારા આજે બુધવારે વાપી વી.આઈ.એ.માં યોજેલી પત્રકાર પરિષદમાં એવોર્ડ વિષયક વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. વેપાર, ઉદ્યોગ, સમાજ સેવા ક્ષેત્રમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શનને પ્રોત્‍સાહિત કરવામાં ફેડરેશન એવોર્ડ અર્પણ કરે છે. પ્રતિ બે વર્ષે એવોર્ડ એનાયત થાય છે તેમાં જુદી જુદી પાંચ કેટેગરીનો માપદંડ જ્‍યુરી નક્કી કરે છે. ભૂતકાળમાં આ એવોર્ડ ડો.કલામ, ડો.મનમોહન સિંઘ, નરેન્‍દ્ર મોદી, સુરેશ પ્રભુ, મનોહર પારીકર, મેનકા ગાંધી જેવા મહાનુભાવોને હસ્‍તે એવોર્ડ અપાયા હતા. 18મા એફ.જી.આઈ. એવોર્ડ માટે ઉદ્યોગક, કંપની, એન.જી.ઓ. ઈન્‍ડીવ્‍યુઝલ જેવી 13 કેટેગરીનો સમાવેશ છે. 17મા એવોર્ડ સમારોહમાં વાપીને બે એવોર્ડ એનાયત થયા હતા. જેમાં સરના ઈન્‍ડને એક્‍સપોર્ટ અને સુવિટોનને સી.એસ.આર.નો એવોર્ડ અપાયો હતો.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં દુકાન સામે રાખેલ દૂધના કેરેટ ચોરી રિક્ષામાં ભરતા બે ચોર ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટગ ઓફ વોર અને લગોરી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

Leave a Comment