Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

કોન્‍સ્‍ટેબલ વોશરૂમમાં ગયો ત્‍યારે કાળી જર્શી વાળો ઈસમ કાર ચાલુ કરી લઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિબિશનના ગુના હેઠળ મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલ હોન્‍ડા સિટી કાર કોઈ ચોર ઈસમ ડુપ્‍લીકેટ ચાવીથી કાર ચાલુ કરી ભાગીછૂટયાનો બનાવ પ્રકાશમાં આવ્‍યો છે.
તસ્‍કરો મંદિર હોય કે પોલીસ સ્‍ટેશન હોય ચોરીની કળા કરી જતા હોય છે. કંઈ તેવો જ બનાવ વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશન દફતરે નોંધાયો છે. આઈ હોસ્‍પિટલ નજીક રૂરલ પોલીસે ખુલ્લી જગ્‍યામાં પ્રોહિબિશન ગુનાની કાર પાર્ક કરી હતી. કોન્‍સ્‍ટેબલ વોશરૂમમાં ગયો તે તક ઝડપી કાળી જર્શી પહેરેલ ચોર ઈસમ હોન્‍ડાસીટી કાર નં.જીજે 05 સીબી 8235 ડુપ્‍લીકેટ ચાવીથી કાર સ્‍ટાર્ટ કરી લઈ છૂટયો. કોન્‍સ્‍ટેબલે અવાજ આવતા વોશરૂમ બહાર આવી જોયુ તો કાળી જર્શી વાળો ઈસમ કારને પુરઝડપે લઈ ભાગી રહ્યો હતો. ઘટના અંગે મુદ્દામાલ પેટેની રૂા.એક લાખ કાર ચોરી થયા અંગે પો.કો. બીપીન જયરામ પટેલએ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્‍યો વાહન ચાલક આધેડને કચડી ફરાર

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીના અધિકારીઓની સામે આવેલી ઈરાદાપૂર્વકની નજર અંદાજ કરવાની નીતિ

vartmanpravah

ધરમપુરમાં ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની અપાયેલી માહિતી

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

Leave a Comment