October 5, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રા અને આઈ.પી.એસ. અનુજ કુમારની જમ્‍મુ કાશ્‍મીર બદલી

જમ્‍મુ કાશ્‍મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી સાગર ડોઈફોડે દત્તાત્રય અને દિલ્‍હીથી આઈ.પી.એસ. અધિકારી અનિલ કુમાર લાલનું સંઘપ્રદેશ પ્રશાસનમાં થનારૂં આગમન
સાગર ડોઈફોડે દત્તાત્રય આઈ.એ.એસ.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.08 : ભારત સરકારના ગૃહ મંત્રાલયે વિવિધ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના 32 આઈ.એ.એસ. અધિકારી અને 27 આઈ.પી.એસ. અધિકારીઓની બદલીનો આદેશ જારી કર્યો છે. જેમાંદાદરા નગર હવેલી અને દમણના 1 આઈ.એ.એસ. અને 1 આઈ.પી.એસ. અધિકારીનો પણ સમાવેશ થાય છે. બંને અધિકારીઓની બદલી જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં 2015 બેચના કાર્યરત આઈ.એ.એસ. અધિકારી દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને જમ્‍મુ કાશ્‍મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી ડો. સાગર ડોઈફોડે દત્તાત્રયની સંઘપ્રદેશ પ્રશાસનમાં કરવામાં આવી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજ બજાવી રહેલા 2016 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી અનુજ કુમારની જમ્‍મુ અને કાશ્‍મીર અને એમના સ્‍થાને આઈ.પી.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર લાલની દિલ્‍હીથી બદલી કરાઈ છે.

Related posts

વલસાડ જિલ્લાના રોણવેલ અને મોટાવાઘછીપા ખાતે ખેડૂત શિબિરમાં 172 ખેડૂતોએ ભાગ લીધો

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં શ્રી ગણેશ નવયુવક મંડળ ભુધરવાડી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ધકવાડા ઇલેવન ચેમ્‍પિયન જ્‍યારે કોસંબા ઇલેવન રનર્સઅપ 

vartmanpravah

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ભાગરૂપે દમણમાં ભારતીય કોસ્‍ટ ગાર્ડ દ્વારા સાયક્‍લોથોન યોજાઈ

vartmanpravah

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah

Leave a Comment