Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

દીવના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલું આયોજન : દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે લગ્ન સમારંભમાં ઉપસ્‍થિત રહેલી નવદંપતિઓને આપેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: દીવ જિલ્લાના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમુહ લગ્નોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાંકબારા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમુહ લગ્નોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.આ સમૂહ લગ્ન સમારંભનું આયોજન તા.11 અને 13 જૂન 2023ના રોજ કરવામાં આવ્‍યું છે. આજના સમૂહલગ્નમાં કુલ 30 નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. સમુહ લગ્ન દરમિયાન દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપરાંત ગીર- સોમનાથના ધારાસભ્‍ય શ્રી વિમલ ચૂડાસમા, દીવ જિલ્લા કલેકટર શ્રી ફવર્મન બ્રહ્મા, એસ.પી. શ્રી મણીભૂષણ સિંઘ, ડેપ્‍યુટી કલેકટર શ્રી શિવમ મિશ્રા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન, બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિપક દેવજી, યુથ એક્‍શન ફોર્સના પ્રમુખ શ્રી ઉમેશ પટેલ, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિન શાહ, વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમાજના હોદ્દેદારો, આગેવાનો અને કાઉન્‍સિલરો વગેરે ઉપસ્‍થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્‍યા હતા.
અત્રે યાદ રહે કે, સમૂહલગ્નનું આયોજન દર વર્ષે માછીમારી પ્રવૃત્તિ બંધ થાય ત્‍યારે વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે.

Related posts

શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના આરંભ પહેલાં દમણ જિલ્લા કોળી પટેલ સમાજની નિકળેલી ભવ્‍ય શોભા યાત્રા

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah

વાપી છરવાડાના સડક ફળિયાની આદિવાસી દિકરી ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા ગ્રા.પં.ના ધક્કા ખાઈ રહી છે

vartmanpravah

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દમણના દેવકાને મળેલો ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ’નો કાંસ્‍ય એવોર્ડઃ ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે દમદાર દમણનો વાગેલો ડંકો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

vartmanpravah

Leave a Comment