October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉમરગામ તાલુકના ભીલાડ, નંદિગ્રામ અને તલવાડા ગામની પ્રાથમિક શાળામાં તા. ૧૨ જૂનના રોજ રાજ્ય સરકારના સચિવશ્રી સામાન્ય વહિવટ વિભાગ (આયોજન) રાકેશ શંકર (આઈએએસ)એ ભીલાડમાં આંગણવાડીમાં ૫ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૫ બાળકો, નંદિગ્રામમાં આંગણવાડીમાં ૯ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૧ તેમજ તલવાડામાં આંગણવાડીમાં ૨ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૩ બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ, સ્ટેશનરી અને ઈનામો સહિતની ભેટ સોગાદો સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સચિવશ્રી દ્વારા ગ્રામ પંચાયત ઘર, આંગણવાડી, સીએચસી, પીએચસી અને ગામમાં વિવિધ યોજનામાં હાથ ધરાયેલા વિકાસના કામોની સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પર્યાવરણ બચાવોની ઝુંબેશ તથા કલાઈમેટ ચેન્જ માટે વૃક્ષારોપણ કરાયું હતું. બીજા દિવસે તા. ૧૩ જૂનના રોજ સચિવશ્રી રાકેશ શંકરએ સવારે ૮ કલાકે સંજાણ ખાતે આદર્શ બુનિયાદી શાળામાં આંગણવાડી, બાલવાટીકા અને ધો. ૧ માં કુલ ૭૦ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. વધુમાં તેમણે બાળકોને ઈનામ વિતરણ કરી પ્રસંગોચિત ઉદબોધન કરી બાળકોને ઉજ્જવળ ભાવિ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

Related posts

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લા સંત સમિતિની રચના : હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

વાપીની એમ.એન. મહેતા જનસેવા હોસ્‍પિટલમાં નવા ડેન્‍ટલ ઓ.પી.ડી.નો કરાયેલો શુભારંભ

vartmanpravah

જી.ઍચ.સી.ઍલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઈ.ડી.આઈ.આઈ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

vartmanpravah

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

Leave a Comment