October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

  • માસિક મીટિંગમાં લગાતાર ગેરહાજરીઃ પંચાયતના વિકાસ કાર્યોમાં પણ નહીં આપેલો સહયોગ

  • સરપંચ પાસે દર મહિને રૂ.૧૦ હજારની માંગણી કરાતી હોવાનો પણ આરોપ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૫ : દાદરા નગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયતની માસિક મીટિંગમાં ગેરહાજર રહેતાં લગભગ ૬ જેટલા સભ્યોને તેમનું સભ્યપદ રદ્ કરવાની નોટિસ દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માઍ જારી કરતાં પંચાયતના રાજકારણમાં ગરમી આવવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખરડપાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.૪ના સભ્ય શ્રી ગરાસિયા શૈલેષકુમાર બાલુભાઈ સહિત લગભગ ૬ જેટલા સભ્યો લગાતાર માસિક મીટિંગમાં ગેરહાજર રહેવા સાથે ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં પણ સહયોગ નહીં આપવા બદલ તેમનું સભ્યપદ શા માટે ૩ દિવસની અંદર દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્યુલેશન ૨૦૧૨ની કલમ ૧૫ઍ મુજબ રદ્ નહીં કરવું? નો જવાબ માંગતી નોટિસ જારી કરી છે.
આ નોટિસમાં જણાવાયું છે કે, સભ્યો દ્વારા સરપંચ પાસે દર મહિને રૂ.૧૦ હજારની માંગણી પણ કરાતી હતી. હવે આ સંબંધમાં નોટિસ પ્રાપ્ત કરનારા ગ્રામ પંચાયતના સભ્યો શું જવાબ આપે અને પ્રશાસન દ્વારા કેવો નિર્ણય લેવામાં આવે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી અને લાયન્‍સ ક્‍લબ વાપી દ્વારા ભવ્‍ય રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

પતંજલિ યોગ સમિતિ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉપર યોગા-અભ્‍યાસ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં સોશિયલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વર્ષભર માટે રામ રોટીનો પ્રારંભ

vartmanpravah

પારડીના આમળી ગામે બે પરિવારના 14 જેટલા સભ્‍યો પાણીમાં ફસાયા

vartmanpravah

પવિત્ર શ્રાવણ મહિનામાં દાનહના વિવિધ શિવાલયોમાં ગુંજી રહેલો હર હર મહાદેવનોનાદઃ શિવભક્‍તો ભક્‍તિમાં તરબોળ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment