September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘મેં આઈ હેલ્‍પ યુ” ના સૂત્રને સાર્થક કરતી પોલીસ: અકસ્‍માત થયેલ સિનિયર સિટીઝનનું કારનું ટાયર જાતે બદલી આપતી વલસાડ ટ્રાફિક પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: સુરત ખાતે રહેતા સિનિયર સિટીઝન પ્રફુલભાઈ પરસોત્તમભાઈ મહેતા ઉંમર વર્ષ 74 પોતાની પત્‍ની સાથે કાર નંબર જીજે 05 આરએન 7316 લઈ મુંબઈ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પારડી નેશનલ હાઈવે નંબર 48 પર મામલતદાર ઓફિસની સામે એક અજાણ્‍યા ટ્રક ચાલક કારને ટક્કર મારી ભાગી છુટયો હતો. ટ્રકની ટક્કરને લઈ કાર હાઈવે ડિવાઈડર પર ચઢી જતા કારનું પાછળનું ટાયર ફાટી ગયું હતું.

પસાર થઈ રહેલ વલસાડ ટ્રાફિક પોલીસની ગાડીમાં સવાર બંને પોલીસ જવાનોએ આ કાર તથા સિનિયર સિટિઝનોને જોતા પોલીસનું સૂત્ર ‘‘મેં આઈ હેલ્‍પ યુ” ને સાર્થક કરતા પ્રથમ આ કારને હાઈવે રોડથી સાઈડ પર લઈ બંને પોલીસ જવાનોએ જાતે કારનું સ્‍ટફની કાઢી ટાયર બદલી આપ્‍યું હતું અને ભાગીગયેલ અજાણ્‍યા કાર ટ્રક ચાલક વિરુદ્ધ આ સિનિયર સિટીઝન પતિ-પત્‍ની ફરિયાદ કરવા માંગતા હોય એમને પારડી પોલીસ સ્‍ટેશનએ મોકલ્‍યા હતા.નસીબ જોગે આ અકસ્‍માતમાં બંને સિનિયર સિટીઝન પતિ-પત્‍નીનો આબાદ બચાવ થયો હતો.

Related posts

બાંગ્‍લાદેશના ડેપ્‍યુટી હાઈ કમિશનર શૈલી સાલેહીન અને સામાજિક સચિવ શબરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપીમાં એકમાત્ર સાર્વજનિક નવરાત્રી ઉત્‍સવ એટલે અંબામાતા મંદિરનો : રોજ રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે

vartmanpravah

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

vartmanpravah

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah

દીવમાં થઈ રહેલા સર્વાંગી વિકાસ છતાં મળેલા નબળા પ્રતિસાદથી પરાજય થયોઃ લાલુભાઈ પટેલ

vartmanpravah

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

Leave a Comment