Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે નિપૂણ ભારત-રમતાં રમતાં શીખો અભિયાન ઉપર લગાવેલું પ્રદર્શની બૂથ

G20 એજ્‍યુકેશન ટાસ્‍ક ફોર્સની 4થી બેઠકના ઉપલક્ષમાં સાવિત્રીબાઈ ફૂલે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં ભારતના તમામ રાજ્‍યો, કેન્‍દ્ર શાસિત પ્રદેશો અને શિક્ષણ જગતની વિવિધ પ્રસિદ્ધ સંસ્‍થાઓએ પણ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : G-20 એજ્‍યુકેશન ટાસ્‍ક ફોર્સની 4થી બેઠકના ઉપલક્ષમાં પૂણેની સાવિત્રીબાઈ ફૂલે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગની ટીમે પણ ભાગ લીધો હતો. જેમાં ‘નિપૂણ ભારત-રમતાં રમતાં શીખો’ અભિયાન ઉપર પ્રદર્શની બૂથ લગાવવામાં આવ્‍યું હતું. આપ્રદર્શનમાં ભારતના તમામ રાજ્‍યો, કેન્‍દ્ર શાસિત પ્રદેશો અને શિક્ષણ જગતની અન્‍ય પ્રસિદ્ધ સંસ્‍થાઓ પણ ભાગ લઈ રહી છે. આ પ્રદર્શની પાયાનું શિક્ષણ, ડિજિટલ શિક્ષણ, અનુસંધાન અને ભવિષ્‍યની યોજનાઓ ઉપર આધારિત પ્રદર્શનનું આયોજન કરાયું છે.
સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટીમાં 17 જૂનથી 22મી જૂન, 2023 સુધી આયોજીત પ્રદર્શનીમાં બુનિયાદી સાક્ષરતા અને સંખ્‍યા જ્ઞાન ઉપર ખાસ જોર આપવામાં આવ્‍યું હતું.
પહેલાં દિવસે ભારત સરકારના શિક્ષણ રાજ્‍ય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી, મહારાષ્‍ટ્ર સરકારના ઉચ્‍ચ શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રકાંત પાટીલ, મહારાષ્‍ટ્ર સરકારના શાળા શિક્ષણ મંત્રી શ્રી દિપક કેસરકર અને અન્‍ય મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં રિબિન કાપી પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. આ પ્રદર્શનને નિહાળવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, નાગરિકો મોટી સંખ્‍યામાં મુલાકાતે આવી રહ્યા છે. પ્રદર્શનના ત્રીજા દિવસે શિક્ષણ મંત્રાલયના સચિવ શ્રી સંજય કુમાર દ્વારા પ્રદર્શની બૂથની મુલાકાત લઈ સંઘપ્રદેશમાં ચાલી રહેલા શિક્ષણ કાર્યની બાબતમાં જાણકારી મેળવી હતી અને પ્રયાસોની સરાહના કરી હતી. તદ્‌ઉપરાંત G-20 દેશોના શિક્ષણ મંત્રાલય સંબંધિત પ્રતિનિધિગણ પણ મુલાકાત માટે આવ્‍યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળસંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી અરૂણ ટી. અને શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શમાં શ્રી પરિતોષ શુક્‍લાના નેતૃત્‍વમાં 8 સભ્‍યની ટીમ આ પ્રદર્શનમાં પ્રદેશ તરફથી ભાગ લઈ રહી છે. જેમાં જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ભંડારી, ડી.પી.સી.ઓ. શ્રી ડો. સતિષ પટેલ, ડાયટ લેક્‍ચરર શ્રી ઉત્તમ મદને અને શ્રી રોહિત શર્મા, શ્રી ગણેશ મોરે, શ્રી કયુરસિંહ ગોહિલ, શ્રી ધર્મેશ દળવીનો સમાવેશ થાય છે.

Related posts

દીવના ઘોઘલા ખાતે વોટર ટેન્‍કર અને ટુ વ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત એક બાળકનું મોત

vartmanpravah

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment