December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમગ્ર સંઘપ્રદેશ યોગમય બન્‍યોઃ દેવકા નમો પથ સામુહિક યોગ મુદ્રાથી શોભી ઉઠયો

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકા નમો પથ ખાતે યોગ અભ્‍યાસથી ઉપસ્‍થિત જનમેદનીને પ્રેરિત કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં યોજાયેલ યોગ અભ્‍યાસથી સમગ્ર પ્રદેશ યોગમય બની ગયો હતો. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નમો પથ સમુદ્ર તટ દેવકા નાની દમણ ખાતે પ્રદેશ સ્‍તરીયઆંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉપસ્‍થિત રહી યોગઅભ્‍યાસના માધ્‍યમથી ઉપસ્‍થિત હજારો યોગઅભ્‍યાસુઓને પ્રેરિત કર્યા હતા.
આજે દેવકા નમો પથ ખાતે યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે 4 હજાર કરતા વધુ લોકોએ ભાગ લેતા સમગ્ર પ્રદેશ યોગમય બની ગયો હતો.
દીવ ખાતે ઘોઘલા બીચ, દીવ અને પાણીકોટા જેટી ફોર્ટ, આઈએનએસ ખુકરી ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી આનંદ અને ઉત્‍સાહ સાથે કરવામાં આવી હતી.
દમણ દેવકા નમો પથ ખાતે યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદા, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, પ્રદેશના યુવા નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, ડીઆઈએ પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, દમણ ન.પા. અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા સહિત અધિકારીઓ, આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી તાલુકાના  અંબાચ ગામે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે રૂા.૧૩.૭૭ કરોડના ખર્ચના ત્રણ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા

vartmanpravah

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્‍યોર્તિલિંગ દર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી ડેપોમાં કલાકો સુધી સન્નાટો છવાઈ ગયોઃ પોલીસ, ડોગ સ્‍કવોર્ડ, એમ્‍બ્‍યુલન્‍સની દોડધામ મચી

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ? : દાનહ અને દમણ-દીવમાં સાંસદો એટલે જ સરકાર જેવી સ્‍થિતિ હતી

vartmanpravah

Leave a Comment