April 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્‍ય નજરાણા એવા વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક આગામી 26મી જૂનથી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં વન્‍ય પ્રાણીઓના સંવનનનો સમય હોવાથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા સંચાલિત વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ચોમાસા દરમિયાન પ્રવાસે આવનાર મુલાકાતીઓ માટે આગામી 26મી જૂનથી ઓક્‍ટોબર, 2023 સુધી બંધ રહેશે, એમ વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ડેપ્‍યુટી કન્‍ઝર્વેશન ઓફ ફોરેસ્‍ટ વાઈલ્‍ડ લાઈફ ડિવિઝન દ્વારા એક અખબારીયાદી દ્વારા દરેક પર્યટકો અને તમામ જનતાને સૂચિત કરવામાં આવે છે. આ બન્ને પર્યટન સ્‍થળ વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ આગળના આદેશ બાદ ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.

Related posts

તાળીઓની રમઝટ સાથે માતાજીના ગરબા રમતા આર.કે.દેસાઈ કોલેજ પરિવારના ખેલૈયાઓ

vartmanpravah

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

દાદરાથી યુવાન ગુમ થયો હોવા અંગે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના દાનહ-દમણ-દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીએ લીધી મુલાકાત

vartmanpravah

ઉમરગામના દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની આઈએએસ પ્રસનજીત કૌરે મુલાકાત લીધી

vartmanpravah

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

Leave a Comment