October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી સહિત વલસાડ જિલ્લમાં ચોમાસાનું મંડાણ: છેલ્લા 24 કલાકથી રાત-દિવસ સતત વરસાદ

સૌથી વધારે ઉમરગામ અને વલસાડમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: પ્રતિવર્ષ કરતા આ વર્ષે ચોમાસાનું આગમન સરેરાશ દશ દિવસ ખેંચાયું છે. એવરેજ જૂન 10 થી 15 વચ્‍ચે વલસાડ જિલ્લામાં વરસાદ એન્‍ટ્રી લઈ લેતો હતો પરંતુ વર્ષે સાયક્‍લોનને લીધે હવામાનમાં ફેરફાર આધિન ચોમાસા ઉપર અસર થયેલી જોવા મળી છે. અલબત્ત છેલ્લા 24 કલાકમાં વાપી સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાએ દસ્‍તક દઈ દીધા છે. ક્‍યાંક ઓછો તો ક્‍યાંક વધુ પણ વરસાદે ધરણી ભીંજવીને વાતાવરણને મન મોહક ઠંડું જરૂર કરી દીધું છે.
વલસાડ જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ઉમરગામ વિસ્‍તારમાં અને વલસાડ વિસ્‍તારમાં પડયો છે. એવરેજ ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉનાળાની અતિશય કાળઝાળ ગરમી અને તેમાં પણ વરસાદ ખેંચાતા લોકો ભારે અકળામણ અનુભવતા હતા ત્‍યાં જ વરસાદે દસ્‍તક દેતાની દેતાની સાથે જ વાતાવરણમાં શિતળતા લહેરાતી થઈ જવા પામી છે. એ.સી.ના બટન પ્રકૃતિએ ઓફ કરાવી દીધા છે તો રેઈનકોટ અને છત્રીઓ સાથેનું જનજીવન હલચલ કરતું નજરાઈ રહ્યું છે. વહેલી સવારે બે બપોરે સ્‍કૂલમાં જતા ભુલકાઓ પણ રેઈનકોટ કેછત્રીનો સથવારો લીધેલો જોવા મળે છે. હવે ખરી પરીક્ષા પાલિકા અને પંચાયતોની થવાની છે. પ્રિમોન્‍સુન કામગીરીની વેઠ આધિન ઠેર ઠેર રોડ રસ્‍તા ધોવાઈ જવાના કે ખાડા પડવાનો નજારો પણ વરસાદમાં આમ રીતે જોવા મળશે.

Related posts

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

vartmanpravah

Leave a Comment