December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

યુવા પેઢીને આઈ.એ.એસ અને આઈ પી.એસ.ની પરીક્ષા સર કરવા બિલ્‍ડર બિપીનભાઈ પટેલનું આહવાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે કોળી પટેલ સમાજના 160 જેટલા તેજસ્‍વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા પ્રતિભાશાળીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સમાજની કોળી પટેલ પ્રતિભાઓને સન્‍માનિત કરતા વલસાડ કોળી પટેલ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલે જણાયું હતું કે, દરેક સમસ્‍યાનું નિવારણ શિક્ષણ છે. સમાજની નવયુવા પેઢી શિક્ષિત અનેસંસ્‍કારી બને તે માટે સરકાર તેમજ સમાજનું મંડળ સતત પ્રયત્‍નશીલ છે દર વર્ષે કોળી સમાજના તેજસ્‍વી તારલાઓનું વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે તે કોળી પટેલ સમાજની પ્રગતિની નિશાની છે.
વલસાડના ધારાસભ્‍ય અને કોળી પટેલ સમાજના પ્રમુખ ભરતભાઈએ વધુમાં કહ્યું હતું કે, સમાજના ઉત્‍કર્ષ માટે મંડળ અનેક પ્રવૃત્તિઓ કરે છે. નવરાત્રમાં ગરબા મહોત્‍સવ ગરીબ વિદ્યાર્થીઓ માટે શિષ્‍યવૃત્તિ તેમજ રાહત દરે નોટબુકનું વિતરણ કરે છે. દર વર્ષે સમૂહ લગ્ન, ક્રિકેટ ટુર્નામેન્‍ટ, મેડિકલ કેમ્‍પ તેમજ યુવક યુવતિઓનો પરિચય મેળો યોજવામાં આવે છે. આવા કાર્યક્રમોના માધ્‍યમથી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે પટેલ સમાજ પ્રગતિ મંડળ સનિષ્ઠ પ્રયાસો કરતાં આવ્‍યા છે. વલસાડ શહેરમાં સમાજની વાડીના નિર્માણ માટે કોળી સમાજના પૂર્વજોએ કરેલા ભગીરથ કાર્યની તેમણે સરાહના કરી હતી.
આ પ્રસંગે વલસાડના વરિષ્ઠ બિલ્‍ડર અને દાનવીર શ્રી બિપીનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, કોળી સમાજના લોકોમાં આગવી પડતી ભાવો છે દર વર્ષે ડોક્‍ટરની સંખ્‍યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિવિધ ફેકલ્‍ટીઓમાં આપણા સમાજના ડોક્‍ટરો સુપર સ્‍પેશિયાલિટી બન્‍યા છે. પરંતુ યુપીએસસી અને જીપીએસસીની સરકારી નોકરીઓમાં સ્‍થાનઅંકિત કરવા માટે આપણે સમાજ હજુ પાછળ છે. આઈ.એ.એસ., આઇ.પી.એસ., આઈ.આર.એસ. જેવી પરીક્ષાઓ ખૂબ જ તનતોડ મહેનત અને ધીરજ અને ખંત માગી લે છે. આવી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તેજસ્‍વી વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન અને તાલીમ મળી રહે તો કોળી સમાજના યુવાનો તેમનું ટેલેન્‍ટ ઉજાગર કરી શકે એમ છે.
આ પ્રસંગે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં તેજસ્‍વી સિધ્‍ધિ હાંસલ કરનાર દેખાવો કરનાર 136 જેટલા તેજસ્‍વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ ધરાવતી 24 પ્રતિભાવો સહિત 107 જેટલી પ્રતિભાવોને ચંદ્ર સન્‍માન પત્ર અને શાલ ઓઢાડી મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમનો શુભારંભ ડોક્‍ટર જયંત પટેલ અને ડોક્‍ટર ધ્રુવિન પટેલના હસ્‍તે દીપ પ્રગટાવી કરાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના વિવિધ દાતાઓ તરફથી 6 લાખ રૂપિયાની ધન રાશિનું દાન આપવાની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે ઊંટડી હાઈસ્‍કૂલના જાણીતા શિક્ષક કમલેશભાઈ પટેલ, ડુંગરી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ ચંદુભાઈ પટેલ, બિલ્‍ડર પાર્થ પટેલ, ભાગડાવડા ગામના સરપંચ ધર્મેશ પટેલ, ડો.ધૃતિ પટેલ ડો.બીના પટેલ સહિત સમાજના અગ્રણીઓ કાર્યકરો કારોબારી સભ્‍યો અને વાલીઓ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મંડળનાઉપપ્રમુખ શશીકાંત પટેલ કર્યું હતું. આભારવિધિ મંડળના મંત્રી રામુભાઈ પટેલે કરી હતી, કાર્યક્રમની સફળતા માટે મંડળના સહમંત્રી રોહિતભાઈ પટેલ ખજાનચી ચંદુભાઈ પટેલ દર્શનાબેન પટેલ યોગેશભાઈ પટેલ આશિષભાઈ પટેલ મનહરભાઈ પટેલ જહેમત ઉઠાવી હતી.

Related posts

વાપી મોરાઈ ટ્રાન્‍સપોર્ટ નગરમાં કનુભાઈ દેસાઈની સભા યોજાઈ : ટ્રાન્‍સપોર્ટ નગર વાપીને મળશે તેવી ઘોષણા

vartmanpravah

જી.ઍમ.ઇ.આર.ઍસ. મેડીકલ કોલેજ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

સાંઢપાડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચીખલીના ઘેજ ખાતે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ધ્રુવ ઈલેવન ચેમ્‍પિયન, ટ્રીતી ઈલેવન રનર્સઅપ

vartmanpravah

Leave a Comment