Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.14 : ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી શુભમ સિંહે જિલ્લાના અંતરિયાળ વિસ્‍તારની કેટલીક સરકારી શાળાઓની અચાનક મુલાકાત લીધી હતી, જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્‍યાહ્‌ન ભોજનની ગુણવત્તાની તપાસ કરતા તેમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી.
દાદરા નગર હવેલીના સબ જિલ્લા ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી શુભમ સિંહે ખાનવેલ, મસાટ અને પાદરીપાડા એમ ત્રણ સરકારી શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી જ્‍યાં બાળકોને આપવામાં આવતા મધ્‍યાહ્‌ન ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી હતી જેમાં બે-ત્રણ ખામીઓ જેવા કિટાણું દાળ-પાણીમાં જોવા મળ્‍યા હતા અને રાંધવામાં આવેલ ચોખા પણ બરાબર પકાવ્‍યા નહોતા. આ બાબતે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી શુભમ સિંહે તરત જ મધ્‍યાહન ભોજન પુરૂં પાડનાર અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનના પ્રતિનિધિને ફોન કરી તેઓના ભોજનમાં રહેતી ખામીઓ અંગે ખખડાવ્‍યા હતા, અને જણાવ્‍યું હતું કે, હવે પછી વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં કોઈપણ જાતની કચાશ રહેવી જોઈએ નહીં. અગર જો ફરી પાછી કોઈ ખામી આવી તો કડક કરવામાં આવનાર હોવાની ચેતવણી પણ આપી હતી.

Related posts

વલસાડ પોલીસ હેડ ક્‍વાટર્સ સહિતજિલ્લામાં 5 ફેસેલિટી સેન્‍ટરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું બેલેટ પેપર મતદાન યોજાયું

vartmanpravah

પારડીના અતુલ પાર્કમાં ધોળે દિવસે આશરે રૂા.10 લાખની ચોરી: બંધ ફલેટમાંથી સોનાના ઘરેણા અને રોકડા રૂા.2 લાખ ચોરાયા

vartmanpravah

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

vartmanpravah

દાદરા નગર હવેલીમા દોઢ ઈંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

Leave a Comment