(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: સાંઢપાડા ક્રિકેટ એસોસિએશન વાંઝરી ફળીયા દ્વારા શામળ ફળીયાના લીલાછમ મેદાન ઉપર ત્રીસ વર્ષથી વધુ વયના ક્રિકેટરો માટે આયોજિત ઘેજ પ્રીમિયર લીંગ સિઝન-2 માં પાદર દેવી ઈલેવન, સાંઈ ફ્રેન્ડ્સ ઈલેવન, ધ્રુવ ઈલેવન, ટ્રીતી ઈલેવન, કેડીવી ઈલેવન, બાપા ઈલેવન સહિત છ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન ઉપરાંત ડો.ભુપેન્દ્રભાઈ પાટીલ, પૂર્વ સરપંચ વિનોદભાઈ, તાલુકા સભ્ય ધર્મેશભાઈ, એસ.યુ.પટેલ, હિરેનભાઈ નવા ફળીયા, જયંતીભાઈ એગ્રોવાળા સ્થાનિક અગ્રણી હરીશભાઈ, મયુરભાઈ, જીતુભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ધ્રુવ ઈલેવને નિર્ધારિત ઓવરમાં 109 જેટલા રન ફટકાર્યા હતા. જેમાં વિજયમાટે 110 રનના લક્ષ્યાંક સામે ટ્રીતી ઈલેવન 109 રન કરી શકતા ટાઈ સર્જાઈ હતી. પરંતુ ટુર્નામેન્ટના કમ્પલસરી ચેસના નિયમોનુસાર ધ્રુવ ઈલેવનને ચેમ્પિયન જાહેર કરાઈ હતી. ચેમ્પિયન અને રનર્સઅપ ટીમના કપ્તાન વિનુભાઈ અને પિયુષ પટેલને મહાનુભવોના હસ્તે રોકડ ઈનામ તથા ટ્રોફી એનાયત કરાઈ હતી. ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેટ્સમેન તરીકે દિવ્યેશ પટ (દિગુ) મેન ઓફ ધ સિરીઝ વિકી પટેલ બેસ્ટ બોલર તરીકે વીનું પટેલને જાહેર કરી પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવા વાંઝરી ફળીયાના હેમંતભાઈ, જિમી પટેલ, સુનિલભાઈ, તેજસભાઈ પટેલ, મયુર પટેલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.