Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી બગવાડા હાઈવે ટોલનાકા પાસે આવેલ શુભમ ગ્રીન રેસિડેન્‍સીની સામે રોડ ઉપર ઉભેલી આધેડ વયની મહિલાને કોઈ અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી દેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.
બગવાડા ટોલનાકા પાસે હાઈવે લગોલગ શુભમ ગ્રીન રેસિડેન્‍સી આવેલી છે. દિવસભર રેસિડેન્‍સીમાંથી સેંકડો વાહનો અને લોકોની અવર જવર રહે છે તે મુજબ રેસિડેન્‍સીમાં રહેતી આધેડ મહિલા હાઈવે ઉપર ઉભી હતી તે દરમિયાન કોઈ અજાણ્‍યા વાહન ચાલકે મહિલાની ટક્કર મારી ભાગી છૂટતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. ઘાયલ મહિલાને 108 મારફતે પારડી કુરેશી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્‍યાં તેમની તબિયત સ્‍થિર છે. સોસાયટીના અનેક પરિવારોને દરરોજ વાપી, પારડી, વલસાડ જવા-આવવાનું રહે છે તેથી વારંવાર અકસ્‍માત સર્જાતા રહે છે. તેથી કાયમી ધોરણે આ સમસ્‍યાનો ઉકેલ શુભમ રેસિડેન્‍સીના રહીશો ઈચ્‍છા રહ્યા છે. તેવી માંગ સોસાયટીમાં રહેતા સામાજીક કાર્યકર કમલેશભાઈ શાહે કરી છે. સોસાયટીમાં ટાઉન અને જી.આઈ.ડી.સી.ના પોલીસ અધિકારીઓ પણ રહે છે તેથી આ સમસ્‍યાના ઉકેલ માટેટ્રાફિક નિયંત્રિત કરવા માટે કાયમી ટ્રાફિક જવાનો તહેનાત કરવા જરૂરી છે.

Related posts

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લની બોર્ડ તથા જનરલ મીટીંગ યોજાઈ

vartmanpravah

મામલતદાર સાગર ઠક્કરની આગેવાની હેઠળ સેલવાસ ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર મોબાઈલ શોપ શટરના તાળા તૂટયા : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

Leave a Comment