December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તાર ગટરના ઢાંકણા ગાયબ તો કેટલાક જામ : કરોડોના ખર્ચે બનેલ ગટરના ખસ્‍તાહાલ

કેટલાક ઉદ્યોગપતિઓને જલસા પડી ગયા છે તો કેટલાક નાહકના બદનામ થઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી જી.આઈ.ડી.સી.માં કરોડો રૂપિયાના ખર્ચે પ્રદૂષિત પાણી સી.ઈ.ટી.પી. પહોંચાડવાની ગટરો બનાવાઈ છે. પરંતુ આ ચોમાસામાં ખાટલે મોટી ખોડ જોવા મળી રહી છે કે સ્‍ટોમ વોટર ડેઈનની ગટરોના અડધા જામ પડયા છે તો અડધાના ઢાંકણ ગાયબ છે. વરસાદનું પાણી સાથે સાથે કેટલી કંપનીઓનું પ્રદૂષિત પાણી સીધુ ગટરમાં વહેવાવા માટેનો મોકળો માર્ગ બની રહ્યો છે.


જી.પી.સી.બી. પર્યાવરણના નામે ઉદ્યોગોને લાખો કરોડોની પેનલ્‍ટી લગાડતી આવી છે. નોટીફાઈડનો સમયસર ટેક્ષ ના ભરાય તો તાળા મારવા સુધી કાયદાકીય કાર્યવાહી થતી જોવા મળે છે. ઉદ્યોગકારોને નાહકના તતડાવવામાં આવતા હોવાના કિસ્‍સાબનતા રહ્યા છે પરંતુ નોટિફાઈડ દ્વારા પ્રિમોન્‍સુન કામગીરી કરાઈ નથી તેની ચાડી ખુલ્લી ગટરો ઢાંકણ વગરની આપી રહી છે. કેટલાક ઢાંકણ જામ છે તો કેટલાક તૂટી ગયા છે તો કેટલાક ઢાંકણ જ ગાયબ છે. જેથી તમામ મુખ્‍ય માર્ગો ઉપર વરસાદી પાણી સાથે કેમિકલયુક્‍ત પાણી ભળી રહ્યું છે. તો ક્‍યાંક વરસાદી પાણી સીધુ ગટરમાં ઘૂસી રહ્યું છે. આ સ્‍થિતિ ગટરોની ખસ્‍તાહાલ વચ્‍ચે કેટલાક ઉદ્યોગપતિઓ જલસા પડી ગયા તો કેટલાક નાહકના બદનામ થઈ રહ્યા છે.

Related posts

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ખેરગામના ધામધુમા ગામે ટ્રેક્‍ટર સાથે બાઈક અથડાતા બાઈક સવારનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દાદરા સરકારી હાઈસ્‍કૂલ ખાતે એક્‍ઝિબિશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment