October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોટરી ક્‍લબ ઓફ વાપી અને યુ.પી.એલ.ના સંયુક્‍ત ઉપક્રમે બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

ડોક્‍ટર ડેની ઉજવણી પણ કરાઈ : રક્‍તદાતાઓએ
ઉત્‍સાહભેર 111 યુનિટ રક્‍તદાન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી યુ.પી.એલ. કંપનીમાં શનિવારે રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. છેલ્લા 12 વર્ષથી 1લી જુલાઈએ રોટરીના નૂતન વર્ષ પ્રારંભ દિને રક્‍તદાન કેમ્‍પનું આયોજન થાય છે. સાથે સાથે આ નિમિત્તે નવા પ્રમુખની પણ વરણી કરવામાં આવે છે.
તા.01 જુલાઈનો એક અન્‍ય મહિમા એ પણ છે 1 જુલાઈએ ડોક્‍ટર ડેની ઉજવણી પણ કરવામાં આવે છે. વાપી વિસ્‍તારમાં બ્‍લડની પુષ્‍કળ જરૂરીયાત નિરંતર રહે છે તેથી તેના ભાગરૂપે રોટરી ક્‍લબ ઓફ વાપીવર્ષ દરમિયાન 1500 થી વધુ યુનિટ રક્‍તદાન કરવાનો લક્ષ રાખે છે. જેના પ્રથમ દિવસે જ 111 યુનિટ રક્‍ત એકત્ર કરવામાં આવ્‍યું હતું. કેમ્‍પમાં યુ.પી.એલ. હેડ દિનેશ પાટીલે જણાવ્‍યું હતું કે, યુ.પી.એલ. અને રોટરી પરિવાર આ સાથે ડોક્‍ટર ડેની પણ ઉજવણી કરે છે. પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ પ્રફુલ દેવાણીએ જણાવ્‍યું હતું કે, 1 જુલાઈએ રોટરીનું નવુ વર્ષ શરૂ થાય છે. નવા વર્ષના પ્રેસિડેન્‍ટ/સેક્રેટરીની વરણી પણ થશે. આ વર્ષે રોટરીએ વાપીમાં સ્‍પોટર્સ કોમ્‍પલેક્ષ બનાવવાની નેમ રાખી છે.

Related posts

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે B.Sc. એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah

Leave a Comment