September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

ગતરોજ વેલવાચ બાદ રવિવારે રાત્રે કચીગામમાં દિપડો આવ્‍યો : છ કલાકની જહેમત બાદ દિપડો પાંજરે પુરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ પાસે આવેલા કચીગામમાં રવિવારે રાત્રે જી.ઈ.બી. કર્મચારીના મકાનમાં દિપડો આવીને ઘરના બાથરૂમમાં ભરાઈ ગયો હતો. હાજર પિતા, પૂત્રને દિપડાએ ઘાયલ કર્યા હતા. જો કે પૂત્રની સમયસુચકતા અને હિંમત આધિન દિપડો જેવો બેડરૂમ ગયો તે વખતે દરવાજો બંધ કરી અંતર પુરી દીધો હતો.
કચીગામમાં જી.ઈ.બી.ના કર્મચારી કિશોરભાઈ ડાહ્યાભાઈ ઠાકોરના મકાનમાં મળસ્‍કે અચાનક દિપડો ઘરમાં સુધી આવી બાથરૂમમાં ભરાઈ ગયેલો. પિતા-પૂત્રની નજરે ચઢી ગયો હતો. પૂત્રએ હિંમત કરી દિપડાને કાઢવા પ્રયત્‍ન કરેલો ત્‍યારે પિતા અને પૂત્રને ઘાયલ કરી દીધા હતા. તેમ છતાં પૂત્રએ ચાલાકીથી દિપડાને બેડરૂમમાં પુરી દિધો હતો. દિપડાની જાણ ગ્રામજનોને થતા લોકો દોડી આવ્‍યા હતા તેમજ દિપડાને કાઢવાની જહેમત શરૂ કરી હતી. બીજી તરફ વનવિભાગને પણ જાણ કરાતા કર્મચારીઓ પાંજર સાથે કચીગામ આવી પહોંચ્‍યા હતા. પાંચ, છ કલાકની ભારે જહેમતસામુહિક રીતે કરવામાં આવ્‍યા બાદ દિપડો પાંજર પુરાયો ત્‍યારે લોકોના જીવ હેઠા બન્‍યા હતા. ગતરોજ વેલવાચમાં દિપડો આવેલો અને માતા-પૂત્રીને ઘાયલ કર્યા હતા. આ એજ દિપડો આજે કચીગામમાં દેખાયો હતો.

Related posts

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીનું ગૌરવ

vartmanpravah

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશમાં 6 મહિનાના બાળકોથીલઈ 18 વર્ષ સુધીના તમામ યુવક-યુવતિઓની આરોગ્‍યની થઈ રહેલી તપાસ

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

Leave a Comment